મેં તારી પાસેથી તારા બાળપણના કેટલાક સંસ્મરણો, તને પૂછ્યાવગર મારી પાસે રાખી લીધેલા હતા. જો તું કહે તો હું તને એક પછી એક કરીને પરત કરી શકું છું. મેં તો આ યાદોને ખુબજ માવજતથી સાચવી છે. આશારાખૂકે તું પણ તેને બરાબર સ્નેહથી જાળવીશ.
આમતો મારી સ્મૃતીમાં બાળપણની બહુંજ ઓછી વાતો રહી છે, પરંતુ તારા સાથે વિતાવેલ નાનપણના નાનામાં નાના પ્રસંગોએ વધારે સ્થાન રોકેલ છે. કારણતો મને હજીપણ ખબર નથી પડી, કારણકે તે પછી સમજણ પડતી થયી ત્યારબાદના પણ ઘણા પ્રસંગો મને ક્યાં યાદ છે?
સંસ્મરણ ૧: એકદિવસ હું રોજની જેમજ સ્કૂલમાંથી ઘરેઆવ્યા પછી બ્લોકના મિત્રોસાથે રમવા નીચે આવ્યો. અચાનક બ્લોક ના ઇલેક્ટ્રિકલ મીટરિંગના દરવાજામાંથી એક નાની છોકરી @ ૫ વર્ષ અને જિમી (કૃપા અને ધ્રુવ નો નાનો ભાઈ) બહાર આવ્યા. મને જોઈને તે બોલી "ભાગ આની અંદરતો ઉંદર છે". તે એવી જગ્યા હતી જ્યાં જતાં મનેપણ દર લાગતો હતો, કારણકે Danger નું ચિત્ર અને ભણવામાંપણ વીજળીના ખતરા વિશે જાણેલું. મેં પણ આનાયસે મારા દોસ્તોને પૂછ્યું કે આ છોકરી કોણ છે, તેમને જણાવ્યું કે કલ્પેશનાં ઘર ની બાજુનાં ઘરમાં નવા રહેવા આવ્યા છે. મેં તે છોકરીને તેની સુરક્ષામાટે કહ્યું કે "આની અંદર ન જવાય તેમાં બહુ ખતરો છે".
સંસ્મરણ ૨: આની આજ ઘટના ફરીથી બની ફક્ત જગ્યા અલગ હતી. જગ્યાનું વર્ણન જરા કરી લવું, આમારા બ્લોકની દીવાલને અડીને બે નાની ઓરડીઓ બનેલી જેમાં એકમાં નવા બ્લોકનાં બાંધકામનો સમાન (સિમેન્ટ) અને બીજીમાં તે સમાનનાં રખેવાળ રહેતા હતા. બ્લોક અને દીવાલ વચ્ચે એટલીજ જગ્યા હતી કે નાના છોકરા સિવાય કોઈ જઈ શકે નહિ. અમે બધાં બ્લોકનાં બાળકો ત્યાં છુપાવા જતાં જયારે અમે સન્તા-કુકડી રમતા. થોડા દિવસો પછી એક દિવસ તેજ પાંચ વર્ષની છોકરી તે બે દીવાલોની વચ્ચેની જગ્યામાંથી દોડતી બહાર આવી અને પોતાના હોઠ પર આંગળી મૂકીને મને કહે "સસ...અવાજનાં કર અંદર ઉંદર છે, ચાલ તને બતાવું", તે મારો હાથ પકડીને મને તે સાંકળી જગ્યા માં લઈ ગયી. શું થયું ખબર નહિ, હું પણ વધારે વિચાર્યા વગર તેની સાથે ગયો, જો કે તેને મને વિચારવા કે મારી મરજી જાણવા સમયજ ક્યાં આપ્યો. સાચેજ ઉંદર હતો પણ મારી ઉંમર @ ૧૧ વર્ષ હતી, અને આ રીતે રમવા ની નહતી. મારા મિત્રો પૂછવા લાગ્યા શું હતું, મેં કહ્યું કશું નહિ, શું જવાબ આપત? જે ઘટનાબની તે જણાવી નહિ. મેં તે વખતે મારા કોઈ દોસ્ત ને પૂછ્યું કે, આ છોકરીનું નામ શું છે, જાણવા મળ્યું "પિંકલ", થોડું નવું અને અલગ લાગ્યું, છોકરી પણ જે પ્રમાણે બે વાર મળી અજૂગતુજ હતું.(તે રાત્રે શું થયું ખબર નાં પડી પણ આખી રાત્રી તેના તેજ બે પ્રસંગો મારા વિચારોમાં આવ્યાં કરતા અને પહેલીવાર જિંદગીમાં મને તે રાત્રે ઊંઘજ નાં આવી).
સંસ્મરણ ૩: દિવસો કેવી રીતે ગયા અને ક્યારે હું તેની સાથે વાતો કરતો થયો મને વિગતવાર ચોક્કસપણે યાદ નથી, જે કંઈક યાદ છે તે કદાચ આવું હતું.
એક દિવસ રોજની જેમજ હું સાંજે નીચે રમવા ગયો, તેના ઘરે કોઈ મહેમાન કે પછી કોઈ સાગા આવ્યા હતા. એક છોકરો, કદાચ તેનો ભાઈ તેને એક નામથી બોલાવીને ચિડાવતો હતો. તે પણ જેમ બધાં નાનપણમાં એકબીજાની કિટ્ટા કરે તેમ, બીજા તેની ઉંમરના બધાં બાળકો સાથે કિટ્ટા કરીને એકલી ખીજાતી હતી અને બધાં તેને વધારે ચીડવતા હતા. મેં તેને બોલાવી ને કહ્યું "આમ બધાંની કિટ્ટા ના કરાય પછી તું કોની જોડે રમીશ". તેને શું થયું તેને તરતજ બધાંની બુચ્ચા કરી લીધી. ( તેનાં ઘરે આવેલ છોકરો તેને "જાડી" કહીને બોલાવતો હતો; ). મેં પણ તેને વધારે ખિજાઈ જઈશ તો "જાડી" કહીશ તેમ જણાવ્યું. અને પછી ખરેખર જયારે તે મારા સાથે વધારે દિવસ સુધી વાત ના કરે તો, ફરીથી વાતચીત કરે તે માટે તેને "જાડી" બોલાવતો અને તે મને હંમેશા ખિજાઈને "જાડિયા" કહેતી, પણ તે બહાને ફરીથી વાત કરતા થયી જતા. ખબર નહતી કેમ પણ મને તેનાં સાથે કોઈપણ રીતે વાત કરવી ગમતી, કદાચ તેની મારા મન પર રહેલી એક ચંચળ છોકરીની પહેલી છબી મને તે માટે પ્રેરતી હતી.
-----
સંસ્મરણ ૪:
જ્યાં સુધી હું ત્યાં બી-૮ માં રહ્યો ત્યારની બહું વધારે યાદો નથી. કદાચ રોજની લાઈફ હતી, બધું સામાન્ય લાગતું હશે તેથી મારાં મને કોઈ વધારે નોંધ ના લીધી હોય. કેટલાંક પ્રસંગો એટલે યાદ છે, તેમાં કંઈક વિશેષ હતું કે હશે.
- વધુ એક પ્રસંગ મારા માનસ પર અંકિત થયેલ છે. હું મારા મામાના લગ્નમાટે ૩-૪ દિવસમાટે બહાર ગયેલો હતો. જયારે પાછો આવ્યો તે નીચે રમતી હતી, અને હજું બ્લોકની નજીક પહોંચ્યો ત્યાંજ તે મને જોઈને મારા મમ્મી-પપ્પાની હાજરીમાંજ વળગી પડી અને ફરિયાદ કરવા લાગીકે "આટલાંબધાં દિવસોમાટે ક્યાં જતો રહ્યો હતો". તેના માટે કદાચ બહુ સામાન્ય રીત હતી, તે રીતે ભેટી ને પોતાની લાગણીઓ બતાવવી, પણ મારા મા-બાપ, તેના પિતા (જે ઉપરથી જોતા હતાં) અને મારા માટે તે થોડું અજુગતુ હતું .
- અમે બ્લોકના બધાં બાળકો સાથે રજાના દિવસે અને ઊનાળામાં બગીચામાં રમવાં જતાં. અમે બધાં મોટા છોકરા દેાળ-પક્કડ કે સંતા-કુકડી રમતાં. બગીચામાં જતાં પહેલાં હું બૂમ પાડીને બધાને નીચેથી બોલાવતો અને બધાં છોકરા સાથે જતાં-આવતાં. હું મારાંથી નાના બધાં છોકરાઓને બાગમાં ફુંદરડી ફેરવતો. હું એક દિવસ તેના પર ગુસ્સે થયો હતો, કારણકે તે વારે ઘડીયે "મારો વારો ફરીથી" કહીનેં થોડી થોડી વારે ફુંદરડી ફરવા આવી જતી હતી. એક તો થાક લાગે અને તે ધરાયેજ નહિ અને બીજા નાના છોકરા પાછા લાઈનમાં તો ખરાજ. તેને ખોટું તો લાગેજ એટલે ફરીથી કિટ્ટા, અને મારે બુચ્ચા કરવા વધારે ફુંદરડી ખવડાવી પડી તે અલગ. ખરાબ તો મને પણ બહું લાગ્યું, પણ પછી શું? કાંન પકડી માફી તો નાંજ મંગાય. "કિટ્ટા તો કિટ્ટા લાવ મારા પૈસા ને જ તારે ઘર". હું પણ ક્યાં બહું મોટો થયી ગયો હતો.
ઘણીવાર બગીચામાંથી પાછા આવતાં પણ, થાકી ગયેલ નાના છોકરાઓને ખભે બેસાડીને બ્લોકસુધી લઈજવાના અને મોટેભાગે મારેભાગે તે જ આવે. મારી સાથેના છોકરા-છોકરીઓ ને કદાચ હું વધારે સક્ષમ લાગતો હોઈશ, પણ હું એટલો પણ જાડો તો નહતો.
- એક બીજી વાત મને બરાબર યાદ છે. તે દરરોજ રાતે વધેલું ખાવાનું ફેંકવા નીચે આવતી હતી. (ગાય માટે ગટર ના ઢાંકણા પર કે એક ચાટીયું હતું તેમાં). હું તેને સફેદ પેટીકોટમાં જોતો અને કારણ ખબરનહિ પણ ખુબ દુઃખી થતો! કદાચ તેને પેટીકોટમાં જોવાના કારણે કે પછી આટલી નાની ઉંમરે તેનેઆવું કામ કરવું પડતું તે માટે?
------******-----
સંસ્મરણ ૫: હું ગાંધીનગર રહેવા જતાં રહ્યા પછીપણ દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં મારા નાના-નાની ના ઘરે જતો હતો, તેમણે બી-૮ માંજ ૧૩૦ માં રહેતા હતા. મારાં નાનપણનાં મિત્રો સાથે ફરીથી રમવાં માટે હું પહેલા દિવાળી વેકેશનની બહુ આતુરતાથી રાહ જોતો હતો.
શરુવાતમાં બે-ત્રણ દિવસ બધાં બીજા મિત્રો સાથે રમતો પણ તે જોઈને પણ વાત કરે નહિ અને હું પણ "પહેલે આપ પહેલે આપ" રાહ જોવું કે કોણ પહેલાં બોલાવે. ત્રીજા દિવસે કંટાળીને મેં એકવાર કહ્યું "એ જાડી કેમ બોલાવતી નથી ભૂલી ગયી કે", અપેક્ષા મુજબ જવાબ મળ્યો "જાડિયા તું પણ તારા મિત્રો ને મળે છે પણ મને તો નથી બોલાવતો ને", અને ફરીથી ઓળખાણ અને વાર્તાલાપ સામાન્ય રીતે જાણેકે પાંચ મહિના પછી નહિ હજુ ગઈકાલે જ છૂટાં પળ્યાં હોય.
- હું, સોનીકાકા અને બીજા છોકરાઓ દિવાળી વેકેશનમાં સોનીકાકાના ઘરની સામે કે કલ્પેશ ના ઘરની બહાર કેરમ અને પત્તા (૨,૩,૫ કે મીંડીકોટ/દસા પકડ, કે કાચુંફુલ રમતાં). એક દિવસ તેને શું થયું ખબર નહિ પણ હું કેરમ રમતો હતો અને પાછળથી વળગીને લટકાઈ ગયી! (નાના છોકરા જેમ માં-બાપ ની સાથે રામે તેમ). મેં તેને હું જે મોસંબી ખાતો હતો તેમાંથી થોડા ભાગ આપ્યા અને શાંતિથી બાજુમાં બેસી રમત જોવા કહ્યું. તે હંમેશાની માફક જા જાડિયા તારી કિટ્ટા બોલીને બાકીની મોસંબી પણ છીનવીનેં જીભ કાઢીને અંગુઠો બતાવતાં બતાવતાં જતી રહી.
સંસ્મરણ ૬: હું હોળીની રજામાં પણ બે-ત્રણ દિવસ માટે મારાં નાના-નાની નાં ઘરે રહેવાં અને દોસ્તો સાથે ધુળેટી રમવાં ગયો. અમે બધાં મિત્રોએ ખુબજ મજા કરી, અમારી ધુળેટીમાં પહેલાં અમે એકબીજાને રંગીએ અને પછી બ્લોક બી-૮ અને બી-૭ નું ધુળેટી યુદ્ધ સાંજ સુધી ચાલે. એક ટોળું બીજા બ્લોકનાં એકાદ છોકરાને ઘેરી ને રંગે અને બીજા છોડવા જાય, બહુંજ મજા આવતી. બ્લોકનાં બધાં છોકરા-છોકરીઓ ને રંગ્યા.
- મેં જોયું તો તે પાણીની પિચકારી થી જિમી અને બીજા નાના બાળકો સાથે રમાતી હતી, બીજા લોકો તેને રંગે નહિ માટે પીચકારાથી પાણી છોડી ને પેલી બે કાચી ઇંટોની વચ્ચેની જગ્યાએ છુપાઈ જતી. મેં તેને જોઈ એટલે હાથમાં ગુલાલ લઇને (હાથ પાછળ છુપાવી) રંગવા બોલાવી, તે મને કહે રંગવાની નહિ મારાં મમ્મીએ કલર નાં પાડી છે. મેં કહ્યું કલર નહિ લગાડું બહાર તો આવ, તે જેવીજ બહાર આવી મેં તેના ગાલ પાર ગુલાલ લગાવી દીધો. તે તરતજ "જા તારી કિટ્ટા હું તારી સાથે હવે વાત નહિ કરું". મેં કહ્યું ગુલાલજ છે, પાણીની ચકલી બતાવી કહ્યું પાણીથી ધોઈ નાખ રંગ જતો રહેશે, પછી પાછો દોસ્તો સાથે રમવાં જતો રહ્યો. (અમારા બ્લોકની બાજુમાં એક પાણીની ચકલી અને બે કુંડીઓ હતી, અમસ્તા તો તે ચોકીદાર પાણીની ચકલીને અડવાં દે નહિ પણ હોળી વખતે બધાં છોકરાઓ માટે છુંટ, પણ કુંડી નજીક નાના બાળકોએ નહિ જવાનું, એમનું છોકરાઓને ખખડાવાનું કારણ હવે મોટો થવાથી અને સુરક્ષા ખતરો જાણવાને લીધે યોગ્ય લાગે છે).
એ દિવસે સાંજે નારાયણ કાકા અને માસીએ બધાંજ બાળકોનો સમૂહ ફોટો લેવા ફોટોગ્રાફર બોલ્યો હતો, પછી કબર પડીકે તે અંકલ-આંટી બ્લોક છોડીને બીજે પોતાના ઘરે રહેવાં જવાનાં હતાં, એમને કોઈ સંતાન નહતું તેથી તેમને તેમની સામે રમીને મોટાં થયેલ આ બધાં બાળકોની એક મીઠી યાદી સાથે લઈ જવી હતી.
સંસ્મરણ ૭: ઊનાળુ વેકેશનમાં (૧૯૯૦) હું નાના-નાની નાં ઘરે રહેવાં ગયો, પણ હવે તેઓ બી/૫ માં રહેવા જતા રહ્યા હતા. હું તો આખો દિવસ બી-૮ માંજ હોવું. પણ ઉનાળા ના િલધે બપોર થી સાંજ મને બહાર રમવાં જવાં ન મળે.
- હું ઘર ની લાંબી કાચની બારી પાસે બેસીને સાંજ પડવાની રાહ જોવું. એક દિવસ મે તેને પણ મારી જેમજ તેના ઘરે, તે બારી પાસે બેઠેલી જોઈ. (જ્યારે મે પ્રથમ વાર મનહર ઉધાસની ગાયેલી ગઝલ "શાંત ઝરુખે" સાંભળી ; મને કેમ આ પ્રસંગ યાદ આવી ગયો, પછી જ્યારે પણ આ ગઝલ સાંભળું એટલે આજ િચત્ર નજર સમક્ષ રજુ થઈ જાય).
- એક વાર હું અને તે બંને આજ રીતે આખી બપોર પોતપોતાની બારીમાં સાંજ પડવાની રાહ જોઈ, અને હું રમવા જવા તૈયાર થતો હતો અને અચાનક મારા દાદા ના ઘર નો બેલ વાગ્યો (નાના; હું પહેલેથી દાદા જ કહ્યું છે). મારા આશ્ચર્ય સામે તે બહાર ઉભી હતી, મને રમવાં બોલાવવા આવી હતી !!!! પછીનુ કાંઇ યાદ નથી (અમે સાથે બી/૮ ગયા પછી શું રમ્યા???)
સંસ્મરણ ૮: ઊનાળુ વેકેશનમાં (૧૯૯૦).........
એક રાત્રે તે દરરોજની જેમજ રાતે વધેલું ખાવાનું ફેંકવા નીચે આવી હતી. હું અને નિલેષ (મારો મામાનો દિકરો ભાઈ) બી-૮ ની નીચે સાયકલ ના સ્ટેન્ડ પર બેઠાં હતાં અને બીજા મીત્રો રાતનું ખાઈને રમવાં આવે તેની રાહ જોતાં હતા. તે દરરોજ ની માફક સફેદ પેટીકોટમાં વધેલું ખાવાનું ફેંકવા આવી, મે તેને છંછેડવા અથવા ફક્ત વાત કરવા તેને "જાડી" કહીને બોલાવી. તે હાથમાં રહેલું એંઠું વાસણ લઇને મારી ઉપર થુંકવા દોડી, હું મારી જાતને બચાવી ભાગ્યો પણ મારો શર્ટ તેના થુંક વાળો થયો. પછી અમે બધાં છોકરા રોજની માફક રમ્યાં હોઈશું. તે ર।ત્રે ઊનાળામાં ધાબા પર ઉધતાં હતા, અચાનક વહેલી સવારે @૪ વાગે પરોઢે મારી આંખ ખુલી ગઈ. સવારની ઝાંકળ પડવાના લીધે મારો શર્ટ ઠંડો અને ભીનો લાગતો હતો, મને કેમ ના જાણે એવો વિચાર આવ્યો કે ગઈકાલે તેના થુંકથી શું શર્ટ આટલો બધો ભીનો થયો હશે. પછી જાણે ઊંઘજ ઉડી ગઈ. ( એ શર્ટ ને કાઢી તેની ઠંડક ને સ્પર્શવા ની મજા લેવા લાગ્યો). જેમ જેમ વધારે રોશની થતી ગઈ તેમ આકાશમાંથી તારાંઓ એક પછી એક અદ્રશ્ય થતા જતાં હતાં, હું તારાઓ ગણીને સવારની રાહ જોવા લાગ્યો. હું વારેઘડીએ બી-૮ ના ધાબા અને તેના ઘરની બારીને જોવા લાગ્યો, છેલ્લો તારો અને પછી આકાશમાંથી ચાંદો અદ્રશ્ય થયો અને મને એક બીજો ચાંદ દેખાયો. તે તેના ઘરની બારી પર ઉંધમાંથી તરતજ ઉઠીને આળસમાં હાથમાં બ્રશ લઇને બેઠી હતી.
સંસ્મરણ ૯: ઊનાળુ વેકેશનમાં (૧૯૯૦).........
અમે બધાં છોકરાઓ છાપો (matchbox covers) ગોતવા કોલોનીની ફરતે રહેલી દીવાલ (કોટ) ની પાછળ ખાલી દવાસળીનાં ખોખા , બંગડીના કાચનાં ટુકડા શોધતાં અને પછી તેનાથી રમતાં. મોટાભાગે આવી જગ્યા પર લોકો તેમના ઘરનો કચરો નાંખતા, ત્યાં જતાં પગમાં કાચ, કાંટા કે બીજી કોઈપણ વસ્તુ વાગવાનો હમેશાં ડર રહેતો. એકવાર આવીરીતે શોધતાં કોઈએ અમારા બધાં પર એર રાઇફલથી ડરાવવા ફાયર કર્યું હતું. મને અને દિપક ને નકલી ગોળી લાગવાની લોહી નીકળ્યું હતું.
એકદિવસ રમતાં રમતાં અમે બધાં, છાપો ગોતવા જવાં લાગ્યા. અમે બધા દિવાલમાં પડેલ એક બોકાંરામાંથી કોટની પાછળ જતાં હતા. તે છોકરીને પણ અમારી સાથે આવવું હતુંં, મે તેને વાગી જશે તો લોહી નીકળશે એમ કહી બ્લોક પર પાંછા જવા કહ્યું. ન જાને કેમ તેને શું થયું, ક્યાંથી શીખી હશે, મને કહે મને આવવાદેને "I love You please". મે તેને તરતજ ગુસ્સો બતાવીને ખખડાવી પાછી મોકલી દીધી, અને સાથે કહ્યું આવું કોઈને ના કહેવાય. તે પણ હરવખતની જેમ, જા તારી ક્કીટા કહીને રીસાઈને ત્યાંથી ચાલી ગઈ.
(મારી લાગણીઓ પર સમય પ્રમાણે વર્તન કરીને મે ખુબ કાબુ રાખ્યો હતો. જો આજ પ્રમાણે ફરીથી અમે બંને ઉંમરમાં થોડા વધારે પરિપક્વ થયાં પછી બન્યું હોતતો, હું એકપણ ક્ષણની રાહ જોયા વગર તરતજ સામે હા કહી દેત.
આ અને બીજા અાવાંજ નાના-નાના પ્રસંગોને મારી યાદી બનાવી ને મારાં જીંદગીના ૧૦ વર્ષ પસાર કર્યા અને જવાનીમાં બીજા બંધીની માફક ખોટા રસ્તે ના ગયો. "Thank you for guiding and making me steady in that time". ભણી-ગણીને સારા ડોક્ટર કે એન્જીનીયર બનવાનું સપનું અને કારણ પણ તને ભવિષ્યમાં પામવાની ઇચ્છા જ )
-----#####-----
સંસ્મરણ ૧૦: હવે હું ધોરણ-૯ માં હતો છતાં ઘણીવાર એક બે દિવસની રજામાં પણ કોલોની મારા નાના-નાની નાં ઘરે રહેવાં જતો. પપ્પાની ઓફીસની સચિવાલયની બસમાં છેક કોલોની ના ગેટ સુધી ડાયરેકટ સવારી હતી. પપ્પા કોઈને હું દાદાના ઘરે પહોંચું ત્યાં સુધી ધ્યાન રાખવાની જવાબદારી આપીને હવે એકલો મોકલતા.
હું કદાચ ૨-૩ દિવસની રજામાં ત્યાં ગયો હતો. અમે બધા નીચે રમતાં હતાં અને તે ૧૩૩/૧૩૪/૧૩૫ ની કોમન બાલ્કનીમાંથી એક દડી કે બોલ નીચે આવ્યો. એક અજાણી છોકરીને બોલ પાછો માંગતા જોઈ અમે બધા સરખી ઉંમર ના મિત્રો થોડીકવાર વિચારમાંજ પડી ગયા. બી-૮ માં તે વખતે કૃપા/ધૃવ ના ઘરે અમારી જ ઉંમરની તેમની કોઈ બહેન કે મિત્ર રહેવા આવી હતી. તે છોકરીએ વગરપુછે, "મારુ નામ દીપુ છે" એમ જણાવ્યું, અને અમે બધાં ટપોરીઓની માફક તેને ખીજવવા લાગ્યાં. "દીપા કે દાપુ.." સમય તરતજ બદલાય તેમ બધાંજ તેની સાથે કોઈપણ રીતે રમવાનો રસ્તો શોધતાં હતાં, અને તે બધાને "કાચુફુલ" રમવું હતું એટલે વઘારે લોકો જોઈએ, કૃપાએ મને રમવાં બોલાવ્યો, અને મિત્રો પણ તૈયાર. નવી રમત હોવાથી પહેલાં શિખવાડવા કહ્યું અને પછી બધાંજ િમિત્રો, ખીજવવાની માફી પણ માંગીજ લીધી. અમે બધા ૨-૩ દિવસ ભેગા મળીને પત્તા રમતાં.
આજ ૨-૩ દિવસમાં એક દિવસ બપોરે સ્વાધ્યાયનો એક પ્રોગ્રામ ભુયંગદેવ ચાર રસ્તા નજીક કોઈ જગ્યાએ હતો. અમે બધાંજ બ્લોકના છોકરાઓ બિજા કોલોનીના છોકરાઓ સાથે ચાલીને ગયાં હતાં. જીગુ (સોની કાકા ની સૌથી મોટી દિકરી) અમારા બધામાં સૌથી મોટી હોવાથી, બધા નાના બાળકોની જવાબદારી તેની હતી. અમે બંધાએ ખુબજ મજા કરી, પણ પાછા તાપમાં ચાલતા બધાંજ પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. અમે બધા દીપુ ને લીધે તેની આસપાસજ રહેતાં હતા, તેવામાં જીગુબેનનો ઓડર આવ્યો, હસુ તારે પિંકલને ખભે તેડીને બિલોર સુધી લઈ જવી પડશે. (કેટલાક જુના મિત્રો અને વડિલો મને આ નામે પણ પ્રેમથી બોલાવતા). મારા માટેતો જાણેએ સાવ સામાન્ય બાબત હતી, પણ આ વખતે હું પણ થાકેલો હતો, બીજું બધાંજ ખુબ પરસેવાથી રેબઝેબ હોવાથી ગંધ મારતાં હતાં. અને ઉપરથી બધા મિત્રો પેલી દીપુ સાથે અને મારે છેક કોલોનીનાં મુખ્યદ્વારથી બી-૮ સુધી તેને ખભા પર બેસાડીને લઇ જવી પડી. મને આનંદ હતો કે દુ:ખ ખબર નહી પણ તે સાચેજ ખૂબ થાકેલી હતી, પહેલાં કરતાં કદાચ વજન વધારે હતું અને પરસેવો ખુબજ હતો. જેમતેમ કરીને બ્લોક સુધી પહોંચ્યો, પણ તે વખતે ક્યાં કોઇ થેક્યું કહેતું હતું.
સંસ્મરણ ૧૧: હું ધોરણ-૯ માં હતો અને દર દિવાળી વેકેશનની જેમ આ વખતે પણ હું મારા નાના-નાની નાં ઘરે રહેવાં ગયો, તેમણે હવે બી-૫ થી બી-૭ માં રહેવા આવી ગયા હતાં. ખબર નહતી કે છેલ્લી વાર જઈ રહ્યો હતો નહીંતર ચોક્કસ ખોબો ભરીને જીંદગી થોડી વધારે જીવી લેત. કાલચક્ર ની એ વળી બાળ અને ભોળા હદય ને શું જાણ હતી.
- દિવાળી બી-૮ માંજ હોય, રાત્રે તે મળી એટલે મે આવતીકાલે બેસતાં વર્ષ માટે મળવા મારા આવજે તેમ કહ્યું, તે કહે કાલે અમે વહેલી સવારે બધાં સગા ને સાલ મુબારક માટે મળવા જવાના છીએ. હું તૈયાર થઈને બધા મિત્રોને મળવા ગયો, તે કદાચ નહી મળી. મારા નાનાનાં ઘરે મમ્મી-પપ્પા, બધાજ મામા -મામી દર સાલની જેમ આવ્યા. આ વખતે મારી મામા-મામી સાથે તેમની દીકરી મારી બહેન આરુશી પણ હતી. હું જાણે તેના આવવાની રાહ જોતો હતો અને કદાચ નહી આવે તેવું લાગતું હતું કે ટીંકુબા (સંજુ), તેની સાથે તેની નાની બહેન ડોલીને લઈને આવ્યા. હું પણ આશ્ચર્યથી જોતોજ રહ્યો, નવાં વર્ષ નાસ્તા ખાવાં આગ્રહ કર્યો. શબ્દોની જગ્યાએ કદાચ આંખોથી જ અમે વાત કરતા હતાં. પહેલાં રૂમમાંથી અમે બધા કાચની બારી વાળા રૂમમાં ગયા. આરૂશી ટેબલપર હાથથી પાછળ વાગતા રેડિયાના મ્યુઝીકની સાથે તાલ મેળવતી હતી અને અમેબધાં ખુશ થતાં હતા. વાતચીત કરતા મામા-મામી પેટલાદ રહે છે તેવું કહ્યું એટલે, તે બોલી કે તેના પપ્પા પણ પેટલાદનાજ છે. ધણો સમય રોકાયા પછી અમારે જમવાનું હોઈ અને તેની નાની બહેન પણ કંટાળી કદાચ રડતી હતી તેથી ટીંકુબા અને તે ત્યાંથી તેમના ઘરે ગયા. હું તે દિવસે સાંજે મારા માતા-પિતા સાથે ગાંધીનગર પાછો ગયો. કોને ખબર હતીકે આ અમારી પરસ્પર ઓળખાણ વાળી છેલ્લી મુલાકાત હતી. તેને બ્લોકથી નીચે સુધી જતાં જોઈ અને તેને જતી વેળાએ સામાન્ય રીતે જેમ બંધાને કહીએ એમ આવજો કહ્યું,
સંસ્મરણ ૧૨: કોઇ ફિલ્મ ની કહાની માં જેમ અચાનક ટ્વીટ્સ આવે અેમ મારાં સુખ ના દીવસો અચાનક પુરા થઇ ગયા હતાં. ભારતમાં અને ગુજરાતમાં નવી રાજકીય સરકારો આવી. ભારતના નવા પ્રધાનમંત્રી વી.પી.સિંધ ૨૭% અનામત નો નવો કાયદો લાવ્યા, અને પછી ગુજરાત અને સમગ્ર ભારતમાં થયેલ તોફાનો પછી મારા નાના-નાની એ સરકારી વસાહત કોલોની છોડીને જીવરાજ પાક રહેવા જવું પડ્યું . હું આ બધા થી અણજાણ મારાં દિવાળી વેકેશન ની આતુરતાથી રાહ જોતો હતો. અેક દિવસ ખબર પડી કે નાના-નાની બીજે રહેવા જતા રહ્યા છે. ધોરણ-૧૦ ની દીવાળીમાં નાના-નાની ના ઘરેથી વસ્ત્રાપુર કોલોની ચાલતાં આવવાં બે થી ત્રણ નિષ્ફળ પ્રયત્ન કરી જોયા, પણ રસ્તાે ખબર નહિ તેથી ૨ કલાક એક જ દિશામાં ચાલીને પછી થાકી હારીને પાછો નાના-નાનીનાં ઘરે ગયો.
- મારા મામાના લગ્ન કોલોનીમંાજ હતા, તેથી એકવાર તે છોકરી ને જોવા હું લગ્ન ની મજા વચ્ચે મુકીને, ફરીથી બી-૮ માં ગયો. હું બધા મિત્રોની સાથે નીચેના પહેલા પગથિયાં પર બેસીને તેની સ્કુલથી પાછા આવવાની રાહ જોતો બેઠો. એ આવી અને અમને રસ્તામાં જોઈને બોલી પણ "તારા દોસ્ત ને કહી દે આમ રસ્તામાં ના બેસાય". છેલ્લી વાર જોઈ, વાત પણ ના કરી. તેના ચહેરા પર બસ એક ભાવ જોયો, તેની નજર કંઈક એક અજાણી યાદને જાણવા પ્રયત્ન કરતી હતી, હું પણ એ જ છેલ્લી યાદ લઈને ત્રણ વર્ષ ભણવામાં વતાવ્યા. તે પછી તો ધોરણ ૧૦, ૧૧ અને ૧૨, તેપણ સાયન્સ પ્રવાહ? સતત ત્રણ વરસ ફક્ત ભણવાપર જ ધ્યાન!! એકવાર વધારે સમયમાટે દૂર ગયો.
સંસ્મરણ ૧૩: એંનજીયરીંગ વર્ષો ૧૯૯૪ થી ૧૯૯૮ માં ઘણીવાર આવીને પાછા મળવા અને વાતો કરવા લાખ પ્રયત્નોપછી પણ વાતના કરી શક્યો. જ્યારે પણ કોલોની આવવા માટે મોકો મળે કે સાયકલ પર છેક ગાંઘીનગરથી અાવતો. હર સાલ નવરાત્રીમાં દરરોજ જીવરાજ થી તો કદી ગાંઘીનગરથી આવતો.
પછી મનોમન વિચારીલીધુંકે કદાચ હવે તેને મનાવવામાટે બહુ મોડું થઇ ગયું. તે છોકરી, મારી પહેલી સખી, હવે મને ભુલી ગઈ હતી. એ દિવસોની યાદો ભુલાવવા અને જીંદગી ફરીથી નવેસરથી જીવવા મે મારા એ ડાયરી નાં પાના ફાળી નાંખ્યા જેથી ફરીથી એ ભયાનક સમયની યાદો ભુલાવી શંકુ.
- તેને યાદ કરાવીને પાછી જુનીમિત્ર બનાવવા એક છેલ્લા પ્રયાસ માટે મે એક નવી મિત્ર બનાવી, જેને મે તેની એક મિત્રના નામ પરથી "મોહિની" નામ આપ્યું (Charmy). જે સમય નો પ્રવાહ કરવટ બદલવાની સાથે પહેલાં મારી પ્રેયસી અને પછી જમાના સામે લડી ને અેક પ્રેમલગ્ન પછી મારી પત્ની બની. (રાજ-મોહિની ની કહાની જ્યારે રૂબરૂ મળીએ ત્યારે).
મારી ઉંમર અને મારો તે સમય કદાચ બંને સારા અને મારા નહતાં. એકબાજુ સારા ભણતર ની અને ભવિષ્યની ચિંતા અને બીજીબાજુ મારી લાગણીઓ? હું મારી તારામાટેની લાગણીઓને શું નામ આપવું તેના વિચારોના તોફાનમાં ખોવાયો હતો. એવું નહતું કે હું સંબંધ માટે સજાગ નહતો પણ સ્પષ્ટ જરૂર નહતો. મેં તે સમયે લાગણીઓને સંબંધનું નામ આપવાની ભૂલના કરીહોતતો કદાચ ફરીથી વાતચીત પ્રસ્થાપિત કરવામાં વાર ના લાગત. તે સમયે એક શહેરથી બીજા શહેરમાં જવું પણ કેવીરીતે તેની ખબર ક્યાં પડતી હતી, છતાં સાયકલ અને ચાલતા પણ ઘણાં નિષ્ફળ પ્રયત્નો કરી જોયા.
ઘણીવાર એવો વિચાર આવે કે તારી માફી માંગીને તને કહું : "કંઈક ભૂલચૂક થઇ હોય તો નાનપણમાં સાથે દોડ-પક્કડ, સંતાકુકડી અને ફેર-ફંદરડી રમતા નાના આ જાડિયાને (તારું આપેલ નામ) માફ કરી દે. તું કહેતી હોય તો પચાસ ઉઠક-બેઠક કરી લવું, કે પછી અંગુઠા પકડું કે કાન પકડું ? નાનપણમાં તો રિસાયા પછી ત્રણ દિવસ માંજ તું ફરીથી વાત કરતી હતી".
ખોટું નહિ લગાડવાનું અને આમ નાનપણની જેમ કિટ્ટા નહિ કરવાની, હવે તો આપણે મોટા થયી ગયાં. છતાં ના માનેતો કઇનહિ, જેમ નાનપણમાં કહેતા હતા તેમ "કિટ્ટા તો કિટ્ટા લાવ મારા પૈસા ને જ તારે ઘર". (મજાકમાં). "
*********
મારી બાળપણની યાદો પર તારો પણ પુરોપુરો અધિકાર છે કારણકે તું પણ ક્યાંક જાણે-અજાણે સંકળાઈ ગઈ હતી અને પછી તે મારી યાદો કરતાં વધારે તારી યાદો બનીને મારી પાસે રહી ગઈ. મેં તો આ યાદોને ખુંબજ માવજતથી સાચવી અને ભગવાનને પ્રાર્થના કરીકે " હે પરમેશ્વર જીવનમાં ક્યારેક તારી ઇચ્છા થાય ત્યારે મને, સમયની થપાટના લીધે વિખૂટી પડેલી નાનપણની એ દોસ્તને મળાવજે, મારી કોઈ બીજી ઇચ્છા નથી ફક્ત તેને અમારી દોસ્તીની વાતો કહેવી છે, તેને ભલે યાદ આવે કે ના આવે." અને જેમ "Alchemist" માં લખ્યું છે તેમ ફરીથી દોસ્ત બની. " જ્યારે તમે પ્રબળ ઇચ્છા કરો અને પછી ઉપરવાળા પર છોડી દો ત્યારે ચમત્કાર થાય છે અને અશક્યમાં અશક્ય વાત પણ શક્ય બને છે, કારણકે સમગ્ર બ્રહ્માંડ તેના માટે પ્રસંગો ઉભા કરે છે" (when you want something, all the Universe conspires in helping you to achieve it/ अगर कीसी चिझको शिद्दतसे चाहोतो पुरी कायनात उसे मुनकीन करनेके लीए लगजाती है।). "अगर हैप्पी एन्डीग नहीं तो समझो पिक्चर अभी बाक़ी है मेरे दोस्त". Thanks for being my best friend forever
------*******------
------*******------