Friday, 7 April 2017

બાળપણનો પ્રેમ

શાને માટે હસવાનો ડોળ કરે છે"ગાલિબ",
જિંદગીએ આપ્યું શું , કે તેનો મોહ રાખે છે.

અમારો સંબંધ એટલો મજબૂત નહતો જે સમયની થપાટ સામે ટકી ગયો,
બાળપણ હતું તેથી, તે મને વિસરી ગયા અને હું ત્યાનોત્યાંજ અટકી ગયો.

બાળપણની યાદરૂપે બીજુ કાઈં નથી, એક છબી છે મનસ પાર તારી.
લાખ પ્રયત્નો છતાં "ગાલિબ", સમયની સાથે એ પણ ધૂંધળી થાય છે.

આમારો સંબંધ એટલો મજબૂત નહતો જે સમયની થપાટ સામે ટકી ગયો,
બાળપણ હતું તેથી, તે મને વિસરી ગયા અને હું ત્યાનોત્યાંજ અટકી ગયો.

એમનોય ક્યાં વાંક છે, જવાનીમાં ભૂલો હું પણ પડી ગયો,
યાદ આવ્યા જયારે ફરી તે, હું બહુ દૂર નીકળી ગયો.

જે સંબંધનું નામ જિંદગીભર શોધતો રહ્યો "ગાલિબ", આજે ખબર પડી,
બાળપણનો પ્રેમ, યાદો સિવાય કશું નહોતું.
-"ગાલિબ"

No comments:

Post a Comment