Wednesday, 5 April 2017

એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે

એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે,એ રહેશે ત્યાં મરણ લગી,
વતનપણ હવે બદલાયી ગયું, એ રહેશે ત્યાં મરણ લગી.
એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે....

જુદાઈ એવી હતીકે, જુદા પડ્યા ન મળ્યા પછી,
હું રાહ જોતો રહ્યો, રહીશ હા મરણ લગી.
એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે....

પ્રેમ વિશે હું શું કહું, જે કરે તેનેજ ખબર પડી,
વસમી વિદાય ની ઘડી મળેછે, મળે છે મિલન પછી.
પ્રેમ રહેછે તોય અમર, એ દિલમાં મરણ લગી.
એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે....

ના ભૂલ કોઈ મારી હતી, ના ભૂલ કોઈ તારી હતી,
કિસ્મતનો ખેલ છે ફક્ત, જુદાઈ આ સહેવી પડી,
ના ભુલાશે તોય કદી, રહેશે એ પ્રેમ મરણ લગી.
એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે....

બસ એક જંખના હું કરું, તું મળે મને હર જનમ મહી,
આ જીવનમાં મિલન નહિ, તો ભલે આ જીવન પછી,
ફક્ત તારો ખ્યાલ છે, ન કોઈ ખ્યાલ મરણ લગી.
રાજ કરતાં ન આવડ્યું મને, મારાં દિલપર હાજી,
નહીંતર ના જીવી પડત, આવી જિંદગી મરણ લગી,
એ વૃક્ષ ત્યાંનુત્યાંજ છે,એ રહેશે ત્યાં મરણ લગી....

-"રાજ" સોલંકી

No comments:

Post a Comment