દુનિયા, દિમાગ અને દિલ ત્રણેય 'દ'
આપે છે ફક્ત એક જ 'દ' ને એ છે દર્દ.
ઘાયલ હદયનાં જખમો હમણાંજ પુરાયા છે
ને મારું હદય ફરીથી ઘાયલ થવા માંગે છે.
તેનો તે જ પ્રેમ પામવા મિથ્યા પ્રયત્નો કરવા માંગે છે.
સમજાવ્યું છતાં ખબર નથી પડતી
હકીકત જાણે છે છતાં નથી માનતું
તેનો તે જ પ્રેમ પામવા મિથ્યા પ્રયત્નો કરવા માંગે છે.
ઘાયલ હદયનાં જખમો.....
હદયને મારા હું પણ સાથ આપી શકતો નથી
તેને ત્યજીને હું પણ જીવી શકતો નથી
નામ બદલાવ્યુ મારું છતાં તેને ફરક પડતો નથી
તેનો તે જ પ્રેમ પામવા મિથ્યા પ્રયત્નો કરવા માંગે છે.
ઘાયલ હદયનાં જખમો.....
"રાજ" ને રાજ કરતાં ન આવડ્યું આ દિલ પર,
તેથી તો તે વારંવાર ઘા પર ઘા માંગે છે.
ઘાયલ હદયનાં જખમો હમણાંજ પુરાયા છે
ને મારું હદય ફરીથી ઘાયલ થવા માંગે છે.
તેનો તે જ પ્રેમ પામવા મિથ્યા પ્રયત્નો કરવા માંગે છે.
-"રાજ" સોલંકી
No comments:
Post a Comment