
દોસ્ત, મારી કંઈ વાતનું ખોટું લાગ્યું તે જણાવ.
મારી કીસ્મતના લીધે પહેલાં પણ તને દોસ્ત લાંબા સમયમાટે ગુમાવી ચુક્યો છું , ભગવાનની મરજી સામે હું નથી લડતો.
માનું છું કે દોસ્તીમાં મનદુ:ખ થાય, હું એને તકરાર નથી કહેતો.
મારો ગુનો તો બતાવ એ દોસ્ત સજા માટે હું ના નથી કહેતો.
તે મને દોસ્ત કહ્યો છે, તારી નારાજગીનું કારણ બતાવ અને
મને સફાઈ આપવાનો મોકો તો આપ.
જે દિવસે મારો મેસેજ ના મળે સમજજે કે
હું હવે તારાથી નારાજ થઈ ગયો કાં પછી મારી જીંદગી મારાથી.
પહેલી વાત કદાચ શક્ય નથી,
અને બીજી વાત પર કોઈનું ચાલતું નથી.
આવતીકાલ નો પણ કયાં વિશ્વાસ છે.
જીવનમાં જેને આપણા સમજીએ,
અને જે આપણને પોતાના સમજે
તેનાથી વધારે સમય નારાજ ન રહેવાય.
તું ના માને તો પણ આપણી દોસ્તી ૩ વરસ તો ખરી જ,
અને જો માને તો મારે માટે તો ૨૮ વર્ષ જુની દોસ્તી છે.
તું બોલાવે કે ન બોલાવે હું તો પહેલાં પણ તારા વગર પણ તારી દોસ્તી સાચવવા ટેવાયેલો જ છું.
હા અને જ્યાં સુધી જીવીશ તું મારી દોસ્ત જ રહીશ.
તેના માટે મારે તારી પણ પરવાનગી નથી જોઈતી.
તું ભલે કીટ્ટા કરે અને મને ન બોલાવે,
હું તો દરરોજ તને મેસેજ કરી ને યાદ કરીશ જ.
તું ફક્ત અને એક માત્ર મારી નાનપણ ની મિત્ર છે.
તું મને માફ કરીને ફરીથી બોલાવે તે દિવસની રાહ જોઈશ.
વર્ષો પછી ફરીથી મળી છે, છતાં તું કશાંક કારણ થી રીસાઈ છે
શું છે એ કારણ મને નથી ખબર.
મને મારી દોસ્ત અને દોસ્તી ઉપર પુરો ભરોસો છે.
"ગાલિબ" ફક્ત એટલું જ કહે છે.
માંઝી તોફાનમાં નાવને મધદરીયે એકલો નથી છોડી દેતો.
૮/૫/૨૦૧૭

No comments:
Post a Comment