Sunday, 25 June 2017

એક પત્ર: બાળપણની દોસ્ત

મેં તારી પાસેથી તારા બાળપણના કેટલાક સંસ્મરણો, તને પૂછ્યાવગર મારી પાસે રાખી લીધેલા હતા. જો તું કહે તો હું તને એક પછી એક કરીને પરત આપી શકું છું.

મેં તો યાદોને ખુબજ માવજતથી સાચવી છે. આશા રાખૂકે તું પણ તેને બરાબર સ્નેહથી જાળવીશ.

આમતો મારી સ્મૃતીમાં બાળપણની બહુંજ ઓછી વાતો રહી છે, પરંતુ તારા સાથે વિતાવેલ નાનપણના નાનામાં નાના પ્રસંગોએ
વધારે સ્થાન રોકેલ છે. કારણતો મને  હજીપણ ખબર નથી પડી, કારણકે તે પછી સમજણ પડતી થયી ત્યારબાદના પણ ઘણા પ્રસંગો મને ક્યાં યાદ છે

સંસ્મરણ : 

એકદિવસ હું રોજની જેમજ સ્કૂલમાંથી ઘરેઆવ્યા પછી બ્લોકના મિત્રો સાથે રમવા નીચે આવ્યો.
  • અચાનક બ્લોકના ઇલેક્ટ્રિકલ મીટરિંગના દરવાજામાંથી એક નાની છોકરી @ વર્ષ અને જિમી (કૃપા અને ધ્રુવનો નાનો ભાઈ) બહાર આવ્યા. મને જોઈને તે બોલી "ભાગ આની અંદરતો ઉંદર છે". તે એવી જગ્યા હતી જ્યાં જતાં મનેપણ દર લાગતો હતો, કારણકે Danger નું ચિત્ર અને ભણવામાં પણ વીજળીના ખતરા વિશે જાણેલું. મેં પણ આનાયસે મારા દોસ્તોને પૂછ્યુકે છોકરી કોણ છે, તેમને જણાવ્યું કે કલ્પેશનાં ઘર ની બાજુનાં ઘરમાં નવા રહેવા આવ્યા છે. મેં તે છોકરીને તેની સુરક્ષામાટે કહ્યું કે "આની અંદર જવાય તેમાં બહુ ખતરો છે". હતી મારી અને તારી પહેલી મુલાકાત
સંસ્મરણ : 

આની આજ ઘટના ફરીથી બની ફક્ત જગ્યા અલગ હતી. જગ્યાનું વર્ણન જરા કરી લવું, આપણા બી/ બ્લોકની દીવાલને અડીને બે નાની ઓરડીઓ is બનેલી જેમાં એકમાં નવા બ્લોકનાં બાંધકામનો સમાન (સિમેન્ટ) અને બીજીમાં તે સમાનનાં રખેવાળ રહેતા હતા. બ્લોક અને દીવાલ વચ્ચે એટલીજ જગ્યા હતી કે નાના છોકરા સિવાય કોઈ જઈ શકે નહિ. અમે બધાં બ્લોકનાં બાળકો ત્યાં છુપાવા જતાં જયારે અમે સન્તા-કુકડી રમતાં
  • થોડા દિવસો પછી એક દિવસ તેજ પાંચ વર્ષની છોકરી( એટલે કે તું) તે બે દીવાલોની વચ્ચેની જગ્યામાંથી દોડતી બહાર આવી અને પોતાના હોઠ પર આંગળી મૂકીને મને કહે "સસ...અવાજનાં કર અંદર ઉંદર છે, ચાલ તને બતાવું", તું મારો હાથ પકડીને મને તે સાંકળી જગ્યા માં લઈ ગયી. શું થયું ખબર નહિ, હું પણ વધારે વિચાર્યા વગર તારી સાથે ગયો, જો કે તે મને વિચારવા કે મારી મરજી જાણવા સમયજ ક્યાં આપ્યો હતો. સાચેજ ઉંદર હતો પણ મારી ઉંમર આશરે ૧૧ વર્ષ હતી, અને રીતે રમવા ની તો હતી. મારા મિત્રો પૂછવા લાગ્યા શું હતું, મેં કહ્યું કશું નહિ, શું જવાબ આપત? જે ઘટનાબની તે જણાવી નહિ

  • મેં તે વખતે મારા કોઈ દોસ્ત ને પૂછ્યું કે, છોકરીનું નામ શું છે, જાણવા મળ્યું "પિંકલ", થોડું નવું અને અલગ લાગ્યું, છોકરી પણ જે પ્રમાણે બે વાર મળી અજૂગતુજ હતું. (તે રાત્રે શું થયું ખબર નાં પડી પણ આખી રાત્રી તેના તેજ બે પ્રસંગો મારા વિચારોમાં આવ્યાં કરતા અને પહેલીવાર જિંદગીમાં મને તે રાત્રે ઊંઘજ નાં આવી).

સંસ્મરણ : દિવસો કેવી રીતે ગયા અને ક્યારે હું તારી સાથે વાતો કરતો થયો મને વિગતવાર ચોક્કસપણે યાદ નથી, જે કંઈક યાદ છે તે કદાચ આવું હતું

  • એક દિવસ રોજની જેમજ હું સાંજે નીચે રમવા ગયો, તારા ઘરે કોઈ મહેમાન કે પછી કોઈ સાગા આવ્યા હતા. એક છોકરો, કદાચ તારો ભાઈ તને એક નામથી બોલાવીને ચિડાવતો હતો. તું પણ જેમ બધાં નાનપણમાં એકબીજાની કિટ્ટા કરે તેમ, બીજા તારી ઉંમરના બધાં બાળકો સાથે કિટ્ટા કરીને એકલી ખીજાતી હતી અને બધાં તને વધારે ચીડવતા હતા. મેં તને બોલાવી ને કહ્યું "આમ બધાંની કિટ્ટા ના કરાય પછી તું કોની જોડે રમીશ". તને શું થયું, તે તરતજ બધાંની બુચ્ચા કરી લીધી. ( તારા ઘરે આવેલ છોકરો તને "જાડી" કહીને બોલાવતો હતો; ). મેં પણ તને વધારે ખિજાઈ જઈશ તો "જાડી" કહીશ તેમ જણાવ્યું.   
                
અને પછી ખરેખર જયારે તું મારા સાથે વધારે દિવસ સુધી વાત ના કરે તો, ફરીથી વાતચીત કરે તે માટે તને "જાડી" બોલાવતો અને તુ પણ મને હંમેશા ખિજાઈને "જાડિયા" કહેતી, પણ તે બહાને ફરીથી આપણે વાત કરતા થઈ જતાખબર નહતી કેમ પણ મને તારી સાથે કોઈપણ રીતે વાત કરવી ગમતી, કદાચ તારી મારા મન પર રહેલી એક ચંચળ છોકરીની પહેલી છબી મને તે માટે પ્રેરતી હતી.

સંસ્મરણ :
જયાં સુધી હું ત્યાં બી- માં રહ્યો ત્યારની બહું વધારે યાદો નથી. કદાચ રોજની લાઈફ હતી, બધું સામાન્ય લાગતું હશે તેથી મારાં મને કોઈ વધારે નોંધ ના પણ લીધી હોય. કેટલાંક પ્રસંગો એટલે યાદ છે, તેમાં કંઈક વિશેષ હતું કે હશે

  • વધુ એક પ્રસંગ મારા માનસ પર અંકિત થયેલ છે. હું મારા મામાના લગ્નમાટે - દિવસમાટે બહાર ગયેલો હતો. જયારે પાછો આવ્યો તું નીચે રમતી હતી, અને હું હજું બ્લોકની નજીક પહોંચ્યો ત્યાંજ તું મને જોઈને મારા મમ્મી-પપ્પાની હાજરીમાં વળગી પડી અને ફરિયાદ કરવા લાગીકે "આટલાંબધાં દિવસોમાટે ક્યાં જતો રહ્યો હતો". તારા માટે (એક - વર્ષ ની છોકરી) તે કદાચ બહુંજ સામાન્ય રીત હતી, તે રીતે ભેટી ને પોતાની લાગણીઓ બતાવવી, પણ મારા મા-બાપ, તારા પિતા (જે ઉપરથી જોતા હતાં) અને મારા માટે તે થોડું અજુગતુ હતું .

  • આપણે બ્લોકના બધાં બાળકો સાથે રજાના દિવસે અને ઊનાળામાં બગીચામાં રમવાં જતાંઅમે બધાં મોટા છોકરા દેાળ-પક્કડ કે સંતા-કુકડી રમતાં. બગીચામાં જતાં પહેલાં હું બૂમ પાડીને બધાને નીચેથી બોલાવતો અને બધાં છોકરા સાથે જતાં-આવતાં. હું મારાંથી નાના બધાં છોકરાઓને બાગમાં ફુંદરડી ફેરવતો. હું એક દિવસ તારા પર ગુસ્સે થયો હતો, કારણકે તું વારે ઘડીયે "મારો વારો ફરીથી" કહીને થોડીથોડી વારે ફુંદરડી ફરવા આવી જતી હતી. એક તો થાક લાગે અને તું ધરાયેજ નહિ અને બીજા નાના છોકરા પાછા લાઈનમાં તો ખરાજ. તને ખોટું તો લાગેજ એટલે તે ફરીથી કિટ્ટા કરી, અને મારે બુચ્ચા કરવા વધારે ફુંદરડી ખવડાવી પડી તે અલગ. ખરાબ તો મને પણ બહું લાગ્યું, પણ પછી શું? કાંન પકડી માફી તો નાંજ મંગાય. "કિટ્ટા તો કિટ્ટા લાવ મારા પૈસા ને તારે ઘર". હું પણ ક્યાં બહું મોટો થયી ગયો હતો.  

  • ઘણીવાર બગીચામાંથી પાછા આવતાં પણ, થાકી ગયેલ નાના છોકરાઓને ખભે બેસાડીને બ્લોકસુધી લઈ જવાનાં અને મોટેભાગે મારા ભાગે તું આવે. મારી સાથેના છોકરા-છોકરીઓ ને કદાચ હું વધારે સક્ષમ લાગતો હોઈશ, પણ હું એટલો પણ જાડો તો નહતો.

  • એક બીજી વાત મને બરાબર યાદ છે. તું દરરોજ રાતે વધેલું ખાવાનું ફેંકવા નીચે આવતી હતી. (ગાય માટે ગટર ના ઢાંકણા પર કે એક ચાટીયું હતું તેમાં). હું તને સફેદ પેટીકોટમાં જોતો અને કારણ ખબરનહિ પણ ખુબ દુઃખી થતો! કદાચ તને પેટીકોટમાં જોવાના કારણે કે પછી આટલી નાની ઉંમરે તને આવું કામ કરવું પડતું હતું તે માટે?

સંસ્મરણ

હું ગાંધીનગર રહેવા જતાં રહ્યો પછીપણ દર દિવાળી અને ઉનાળુ વેકેશનમાં મારા નાના-નાની ના ઘરે જતો હતો, તેમણે બી- માંજ ૧૩૦ માં રહેતા હતા. મારાં નાનપણનાં મિત્રો સાથે ફરીથી રમવાં માટે હું પહેલા દિવાળી વેકેશનની બહુ આતુરતાથી રાહ જોતો હતો

શરુવાતમાં બે-ત્રણ દિવસ બધાં બીજા મિત્રો સાથે રમતો પણ તુ જોઈને પણ વાત કરે નહિ અને હું પણ "પહેલે આપ પહેલે આપ" રાહ જોવું કે કોણ પહેલાં બોલાવે. ત્રીજા દિવસે કંટાળીને મેં એકવાર કહ્યું " જાડી કેમ બોલાવતી નથી ભૂલી ગયી કે", અપેક્ષા મુજબ જવાબ મળ્યો "જાડિયા તું પણ તારા મિત્રો ને મળે છે પણ મને તો નથી બોલાવતો ને", અને ફરીથી ઓળખાણ અને વાર્તાલાપ સામાન્ય રીતે જાણેકે પાંચ મહિના પછી નહિ હજુ ગઈકાલે છૂટાં પળ્યાં હોય

  • હું, સોનીકાકા અને બીજા છોકરાઓ દિવાળી વેકેશનમાં સોનીકાકાના ઘરની સામે કે કલ્પેશ ના ઘરની બહાર કેરમ અને પત્તા (,, કે મીંડીકોટ/દસા પકડ, કે કાચુંફુલ રમતાં). એક દિવસ તેને શું થયું ખબર નહિ પણ હું કેરમ રમતો હતો અને પાછળથી વળગીને લટકાઈ ગયી! (નાના બાળકો જેમ માં-બાપ ની સાથે નિખાલસ પ્રેમ થી વળગે તેમ). મેં તેને હું જે મોસંબી ખાતો હતો તેમાંથી થોડા ભાગ આપ્યા અને શાંતિથી બાજુમાં બેસી રમત જોવા કહ્યું. તે હંમેશાની માફક જા જાડિયા તારી કિટ્ટા બોલીને બાકીની મોસંબી પણ છીનવીનેં જીભ કાઢીને અંગુઠો બતાવતાં બતાવતાં જતી રહી.

સંસ્મરણ

હું હોળીની રજામાં પણ બે-ત્રણ દિવસ
માટે મારાં નાના-નાનીનાં ઘરે રહેવાં અને દોસ્તો સાથે ધુળેટી રમવાં ગયો. અમે બધાં મિત્રોએ ખુબજ મજા કરી,અમારી ધુળેટીમાં પહેલાં અમે બ્લોકના મીત્રો એકબીજાને રંગીએ અને પછી બ્લોક બી- અને બી- નું ધુળેટી યુદ્ધ સાંજ સુધી ચાલે. એક ટોળું બીજા બ્લોકનાં એકાદ છોકરાને ઘેરી ને રંગે અને બીજા છોડવા જાય, બહુંજ મજા આવતી. બ્લોકનાં બધાં છોકરા-છોકરીઓ ને
રંગતા

  • મેં જોયું તો તે પાણીની પિચકારી થી જિમી અને બીજા નાના બાળકો સાથે તું રમતી હતી, બીજા લોકો તેને રંગે નહિ માટે પીચકારાથી પાણી છોડી ને પેલી બે કાચી ઇંટોની વચ્ચેની જગ્યાએ છુપાઈ જતીમેં તને જોઈ એટલે હાથમાં ગુલાલ લઇને (હાથ પાછળ છુપાવી) તને બોલાવી, તું મને કહે રંગવાની નહિ મારાં મમ્મીએ કલર નાં પાડી છે. મેં કહ્યું કલર નહિ લગાડું બહાર તો આવ, તુ જેવીજ બહાર આવી મેં તારા ગાલ પાર ગુલાલ લગાવી દીધો. તુ તરતજ "જા તારી કિટ્ટા હું તારી સાથે હવે વાત નહિ કરું". મેં કહ્યું ગુલાલજ છે, પાણીની ચકલી બતાવી કહ્યું પાણીથી ધોઈ નાખ રંગ જતો રહેશે, પછી પાછો બીજા દોસ્તો સાથે રમવાં જતો રહ્યો. (અમારા બ્લોકની બાજુમાં એક પાણીની ચકલી અને બે કુંડીઓ હતી, અમસ્તા તો તે ચોકીદાર પાણીની ચકલીને અડવાં દે નહિ પણ હોળી વખતે બધાં છોકરાઓ માટે છુંટ, પણ કુંડી નજીક નાના બાળકોએ નહિ જવાનું, એમનું છોકરાઓને ખખડાવાનું કારણ હવે મોટો થવાથી અને સુરક્ષા ખતરો જાણવાને લીધે યોગ્ય લાગે છે). 

દિવસે સાંજે નારાયણ કાકા અને માસીએ બધાંજ બાળકોનો સમૂહ ફોટો લેવા ફોટોગ્રાફર બોલ્યો હતો, પછી કબર પડીકે તે અંકલ-આંટી બ્લોક છોડીને બીજે પોતાના ઘરે રહેવાં જવાનાં હતાં, એમને કોઈ સંતાન નહતું તેથી તેમને તેમની સામે રમીને મોટાં થયેલ બધાં બાળકોની એક મીઠી યાદી સાથે લઈ જવી હતી.


સંસ્મરણ

ઊનાળુ વેકેશનમાં (૧૯૯૦) હું નાના-નાનીનાં ઘરે રહેવાં ગયો, પણ હવે તેઓ બી/ થી બી/ માં રહેવા જતાં રહ્યા હતા, પણ હું તો આખોદિવસ બી- માંજ હોવું. પણ ઉનાળા ના િલધે બપોર થી સાંજસુધી મને બહાર રમવાં જવાં મળે.

  • હું દરરોજ ઘરની લાંબી કાચની બારી પાસે બેસીને સાંજ પડવાની રાહ જોવું. એક દિવસ મે તને પણ મારી જેમજ તારા ઘરે, તે બારી પાસે બેઠેલી જોઈ. (જ્યારે મે પ્રથમ વાર મનહર ઉધાસની ગાયેલી ગઝલ "શાંત ઝરુખે" સાંભળી; મને કેમ પ્રસંગ યાદ આવી ગયો, પછી જ્યારે પણ ગઝલ સાંભળું એટલે તારું આજ િચત્ર નજર સમક્ષ રજુ થઈ જાય). 

  • એક વાર હું અને તું બંને આજ રીતે આખી બપોર પોતપોતાના ઘરની બારીમાં સાંજ પડવાની રાહ જોઈ બેઠાં હતાં, અને હું જ્યારે રમવાં જવા તૈયાર થતો હતો અને અચાનક મારા દાદા ના ઘરનો ડોરબેલ વાગ્યો (નાના; હું પહેલેથી દાદા બોલાવું  છું). મારા આશ્ચર્ય સામે તું બહાર ઉભી હતી, મને રમવા બોલાવવા આવી હતી!!!! પછીનુ કાંઇ યાદ નથી (અાપણે સાથે બી/ ગયા પછી શું રમ્યા???)

સંસ્મરણ

ઊનાળુ વેકેશનમાં (૧૯૯૦).........

  • એક રાત્રે તું દરરોજની જેમજ રાતે વધેલું ખાવાનું ફેંકવા નીચે આવી હતી. હું અને નિલેષ (મારો મામાનો દિકરો ભાઈ) બી- ની નીચે સાયકલ ના સ્ટેન્ડ પર બેઠાં હતાં અને બીજા મીત્રો રાતનું ખાઈને રમવાં આવે તે માટે રાહ જોતાં હતા. તું દરરોજની માફક સફેદ પેટીકોટમાં વધેલું ખાવાનું ફેંકવા આવી, મે તને છંછેડવા અથવા ફક્ત વાત કરવા તને "જાડી" કહીને બોલાવી. તુ હાથમાં રહેલું એંઠું વાસણ લઇને મારી ઉપર થુંકવા દોડી, હું મારી જાતને બચાવી ભાગ્યો પણ મારો શર્ટ તારા થુંક વાળો થયો. અમે બધાં છોકરા પછી રોજની માફક રમ્યાં હોઈશું, બીજું કાંઈ યાદ નથી.

(તે ત્રે ઊનાળામાં ધાબા પર ઉધતાં હતા, અચાનક વહેલી સવારે @ વાગે પરોઢે મારી આંખ ખુલી ગઈ. સવારની ઝાંકળ પડવાના લીધે મારો શર્ટ ઠંડો અને ભીનો લાગતો હતો, મને કેમ ના જાણે એવો વિચાર આવ્યો કે ગઈકાલે તારા થુંકથી શું શર્ટ આટલો બધો ભીનો થયો હશે, પછી કેમ જાણે ઊંઘજ ઉડી ગઈ શર્ટ ને કાઢી તેની ઠંડકને સ્પર્શવાનુ ગમ્યું. જેમ જેમ વધારે રોશની થતી ગઈ તેમ આકાશમાંથી તારાંઓ એક પછી એક અદ્રશ્ય થતાં જતાં હતાં, હું તારાઓ ગણીને સવારની રાહ જોવા લાગ્યો. હું વારેઘડીએ બી- ના ધાબા અને તારા ઘરની બારીને જોવા લાગ્યો, છેલ્લો તારો અને પછી આકાશમાંથી ચાંદો અદ્રશ્ય થયો અને પછી મને એક બીજો ચાંદો દેખાયો. તુ તારા ઘરની બારી પર ઉંધમાંથી તરતજ ઉઠીને આળસમાં હાથમાં બ્રશ લઇને બેઠી હતી. )

સંસ્મરણ

ઊનાળુ વેકેશનમાં (૧૯૯૦).........અમે બધાં છોકરાઓ છાપો (matchbox covers) ગોતવા કોલોનીની ફરતે રહેલી દીવાલ (કોટ) ની પાછળ ખાલી દવાસળીનાં ખોખા , બંગડીના કાચનાં ટુકડા શોધતાં અને પછી તેનાથી રમતાં. મોટાભાગે આવી જગ્યા પર લોકો તેમના ઘરનો કચરો નાંખતા, ત્યાં જતાં પગમાં કાચ, કાંટા કે બીજી કોઈપણ વસ્તુ વાગવાનો હમેશાં ડર રહેતો. એકવાર આવીરીતે શોધતાં કોઈએ અમારા બધાં પર એર રાઇફલથી ડરાવવા ફાયર પણ કર્યું હતું. મને અને દિપક ને નકલી ગોળી લાગવાથી લોહી પણ નીકળ્યું હતું.  

  • એકદિવસ રમતાં રમતાં અમે બધાં છોકરાઓ છાપો ગોતવા જવાં લાગ્યા. અમે બધા દિવાલમાં પડેલ એક બોકાંરામાંથી કોટની પાછળ જતાં હતા. તારે પણ અમારી સાથે આવવું હતુંં, મે તને વાગી જશે તો લોહી નીકળશે એમ કહી બ્લોક પર પાછા જવા કહ્યું. ( જાણે કેમ તને શું થયું, ક્યાંથી શીખી હશે, મને કહે "મને આવવાદેને, please I Love You ". મે તને તરતજ ગુસ્સો બતાવીને ખખડાવી પાછી મોકલી દીધી, અને સાથે કહ્યું આવું કોઈને ના કહેવાય). તું પણ હરવખતની જેમ, જા તારી ક્કીટા કહીને રીસાઈને ત્યાંથી ચાલી ગઈ

( મારી લાગણીઓ પર સમય પ્રમાણે વર્તન કરીને મે ખુબ કાબુ રાખ્યો હતો. જો આજ પ્રમાણે ફરીથી અમે બંને ઉંમરમાં થોડા વધારે પરિપક્વ થયાં પછી બન્યું હોતતો, હું એકપણ ક્ષણની રાહ જોયા વગર તરતજ સામે હા કહી દેત. )

  • સાલ બરાબર યાદ નથી પણ કદાચ ઉનાળાનું વેકેશન હતું અને કદાચ આગળના દિવસે વાત કરતાં ખબર પડી કે તારું સ્કુલમાંથી ધોરણ-૨નું રીઝલ્ટ કાલે આવશે એટલે હું તારી નિશાળે (સરકારી વસાહતની સ્કુલ) ગયો. હું સ્કુલના દરવાજાની બહાર એક મકાન પાસે સાયકલના સ્ટેન્ડ પર બેઠો હતો. તું બહાર આવતાંજ મને જોઈ ખુશ થતાં મારી પાસે આવીને તે સાયકલના સ્ટેન્ડ પર બેસી મને તારુ રીઝલ્ટ બતાવવા લાગી. મેં કહ્યું ચાલ રસ્તામાં જોઈશ, મને કહે નહીં હમણાંજ જો, મારો ક્લાસમાં બીજો નંબર આવ્યો છે (બીજો કે ત્રીજો તને વધારે ખબર રીઝલ્ટ હજુ સાચવ્યું હોય તો મને જોઈને કહી દેજે હું અહીં સુધારી દઈશ). મે રીઝલ્ટ જોયું અને તને અભિનંદન આપવાની સાથે શિખામણ પણ આપી કે "બહુ ખુશ ત્યારે થજે જ્યારે પહેલો નંબર લાવે". 

અને બીજા અાવાંજ નાના-નાના પ્રસંગોને મારી યાદી બનાવી ને મારાં જીંદગીના ૧૦ વર્ષ પસાર કર્યા અને જવાનીમાં બીજાબધા ની માફક ખોટા રસ્તે ના ગયો.

( "Thank you for guiding and making me steady in that time". ભણી-ગણીને સારા ડોક્ટર કે એન્જીનીયર બનવાનું સપનું અને એનું કારણ પણ તને ભવિષ્યમાં પામવાની ઇચ્છા )

સંસ્મરણ ૧૦

હવે હું ધોરણ- માં હતો છતાં ઘણીવાર એક બે દિવસની રજામાં પણ કોલોની મારા નાના-નાની નાં ઘરે રહેવાં જતો. પપ્પાની ઓફીસની સચિવાલયની બસમાં છેક
કોલોનીનાં ગેટ સુધી ડાયરેકટ બસ સવારી હતી. પપ્પા કોઈને હું દાદાના ઘરે પહોંચું ત્યાં સુધી ધ્યાન રાખવાની જવાબદારી આપીને હવે એકલો મોકલતા હતા.

હું કદાચ - દિવસની રજામાં ત્યાં ગયો હતોઅમે બધા નીચે રમતાં હતાં અને તે ૧૩૩/૧૩૪/૧૩૫ ની કોમન બાલ્કનીમાંથી એક દડી કે બોલ નીચે આવ્યો. એક અજાણી છોકરીને બોલ પાછો માંગતા જોઈ અમે બધા સરખી ઉંમર ના મિત્રો થોડીકવાર વિચારમાંજ પડી ગયા. બી- માં તે વખતે કૃપા/ધૃવ ના ઘરે અમારી ઉંમરની તેમની કોઈ બહેન કે મિત્ર રહેવા આવી હતી. તે છોકરીએ વગર પુછે, "મારુ નામ દીપુ છે" એમ જણાવ્યું, અને અમે બધાં ટપોરીઓની માફક તેને ખીજવવા લાગ્યાં. "દીપા કે દીપુ..પુ..." સમય તરતજ બદલાય તેમ બધાંજ તેની સાથે કોઈપણ રીતે રમવાનો રસ્તો શોધતાં
હતાંઅને તે બધાને "કાચુફુલ" રમવું હતું એટલે વઘારે લોકો જોઈએ, કૃપાએ મને રમવાં બોલાવ્યો, અને મિત્રો પણ તૈયાર. નવી રમત હોવાથી પહેલાં શિખવાડવા કહ્યું અને પછી બધા મિત્રો,ખીજવવાની માફી પણ માંગીજ લીધી. અમે બધા - દિવસ ભેગા મળીને પત્તા રમતાં.
  • આજ સમયગાળામાં (- દિવસમાં) એક દિવસ બપોરે સ્વાધ્યાયનો એક પ્રોગ્રામ ભુયંગદેવ ચાર રસ્તા નજીક કોઈ જગ્યાએ હતો. અમે બધાંજ બ્લોકના છોકરાઓ બિજા કોલોનીના છોકરાઓ સાથે ચાલીને ગયાં હતાં. જીગુ (સોનીકાકા ની સૌથી મોટી દિકરી) અમારા બધામાં સૌથી મોટી હોવાથી, બધા નાના બાળકોની જવાબદારી તેની હતી
  • અમે બંધાએ ખુબજ મજા કરી, પણ પાછા તાપમાં ચાલતા બધાંજ પરસેવે રેબઝેબ થઈ ગયા હતાં. અમે બધા દીપુ ને લીધે તેની આસપાસજ રહેતાં હતા, તેવામાં જીગુબેનનો ઓડર આવ્યો, "હસુ (કેટલાક જુના મિત્રો અને વડિલો મને નામે પણ પ્રેમથી બોલાવતા) તારે પિંકલને ખભે તેડીને બિ/ સુધી લઈ જવી પડશે". મારા માટેતો જાણેએ સાવ સામાન્ય બાબત હતી, પણ વખતે હું પણ થાકેલો હતો, બીજું કારણ બધાંજ ખુબ પરસેવાથી રેબઝેબ હોવાથી ગંધ મારતાં હતાં. અને ઉપરથી બધા મિત્રો પેલી દીપુ સાથે અને મારે છેક કોલોનીનાં મુખ્યદ્વારથી બી- સુધી તને ખભા પર બેસાડીને લઇ જવી પડી. મને દુ: કે નહી ખબર નહી, પણ તું સાચેજ ખૂબ થાકેલી હતી, પહેલાં કરતાં દિવસે કદાચ તારું વજન વધારે લાગતું હતું અને બંધાને પરસેવો પણ ખુબજ હતો. જેમતેમ કરીને હું બ્લોક સુધી પહોંચ્યો, પણ તે વખતે ક્યાં કોઇ કોઈને થેક્યું કહેતું હતું

સંસ્મરણ ૧૧

હું ધોરણ- માં હતો અને દર દિવાળી વેકેશનની જેમ વખતે પણ હું મારા નાના-નાની નાં ઘરે રહેવાં ગયો, તેમણે હવે બી- થી બી- માં રહેવા આવી ગયા હતાં. ખબર નહતી કે છેલ્લી વાર જઈ રહ્યો હતો નહીંતર ચોક્કસ ખોબો ભરીને જીંદગી થોડી વધારે જીવી લેત. કાલચક્ર ની વળી બાળ અને ભોળા હદયને શું જાણ હતી

  • દિવાળી બી- માંજ હોય, રાત્રે તું મળી એટલે મે આવતીકાલે બેસતાં વર્ષ માટે મળવા માટે આવજે તેમ કહ્યું, તુ મને  કહે "કાલે અમે વહેલી સવારે બધાં સગા ને સાલમુબારક માટે મળવા જવાના છીએ". હું તૈયાર થઈને બધા મિત્રોને મળવા ગયો, તું કદાચ બ્લોકનાં નહી મળી
  • મારા નાનાનાં ઘરે મમ્મી-પપ્પા, બધાંજમામા -મામી દર સાલની જેમ આવ્યા હતા. વખતે મારી મામા-મામી સાથે તેમની દીકરી મારી બહેન આરુશી પણ હતી. હું જાણે તારા આવવાની રાહ જોતો હતો અને કદાચ તું નહી આવે તેવું લાગતું હતું કે ટીંકુબા (સંજુ ની નાની બહેન), તારી સાથે તારી નાની બહેન ડોલીને લઈને મારા નાના-નાનીના ઘરે આવ્યા. હું પણ આશ્ચર્યથી જોતોજ રહ્યો, નવાં વર્ષના નાસ્તા ખાવાં આગ્રહ કર્યો, જાણે કેમ શબ્દોની જગ્યાએ કદાચ આંખોથી અાપણે વાત કરતા હતાં (મારા મનની-પપ્પાની હાજરી કદાચ). પહેલાં રૂમમાંથી અમે બધા કાચની બારી વાળા રૂમમાં ગયા. આરૂશી ટેબલપર હાથથી પાછળ વાગતા રેડિયાના મ્યુઝીકની સાથે તાલ મેળવતી હતી અને અમેબધાં ખુશ થતાં હતા. વાતચીત કરતા મામા-મામી પેટલાદ રહે છે તેવું કહ્યું એટલેતુ બોલી કે તારા પપ્પા પણ પેટલાદનાંજ છે. ધણો સમય રોકાયા પછી અમારે જમવાનું હોઈ અને તારી નાની બહેન પણ કંટાળી કદાચ રડતી હતી તેથી ટીંકુબા અને તુ ત્યાંથી તમારા ઘરે ગયાહું તે દિવસે સાંજે મારા માતા-પિતા સાથે ગાંધીનગર પાછો ગયો. કોને ખબર હતીકે અાપણી પરસ્પર ઓળખાણ વાળી છેલ્લી મુલાકાત હતીતને બ્લોકથી નીચે સુધી જતાં જોઈ અને તને જતી વેળાએ સામાન્ય રીતે જેમ બંધાને કહીએ એમ આવજો કહ્યું,

સંસ્મરણ ૧૨

કોઇ ફિલ્મ ની કહાની માં જેમ અચાનક ટ્વીટ્સ આવે અેમ મારાં સુખ ના એક બાળમિત્રનાં સાથના દિવસો અચાનક પુરા થઇ ગયા હતાં. ભારતમાં અને ગુજરાતમાં નવી રાજકીય સરકારો આવી. ભારતના નવા પ્રધાનમંત્રી વી.પી.સિંધ ૨૭% અનામત નો નવો કાયદો લાવ્યા, અને પછી ગુજરાત અને સમગ્ર ભારતમાં થયેલ તોફાનો પછી મારા નાના-નાની સરકારી વસાહત કોલોની છોડીને જીવરાજ પાક રહેવા જવું પડ્યું . હું બધા થી અણજાણ મારાં આવનારા દિવાળી વેકેશન ની આતુરતાથી રાહ જોતો હતો. અેક દિવસ ખબર પડી કે નાના-નાની બીજે (જીવરાજ પાર્ક) રહેવા જતાં રહ્યા છે. ધોરણ-૧૦ ની દીવાળીમાં નાના-નાનીના ઘરેથી વસ્ત્રાપુર કોલોની ચાલતાં આવવાં બે થી ત્રણ વાર નિષ્ફળ પ્રયત્ન કરી જોયા, પણ રસ્તાે ખબર નહિ તેથી  કલાક એક દિશામાં ચાલીને પછી થાકી હારીને પાછો નાના-નાનીનાં ઘરે ગયો.

  • મારા મામાના લગ્ન કોલોનીમંાજ હતા, તેથી એકવાર તને જોવા કે મળવા હું લગ્ન ની મજા વચ્ચે મુકીને, ફરીથી બી/ માં ગયો. હું બધા મિત્રોની સાથે નીચેના પહેલા પગથિયાં પર બેસીને તારી સ્કુલથી પાછા આવવાની રાહ જોતો બેઠો હતો અને, તુ આવી અને અમને રીતે રસ્તામાં જોઈને બોલી પણ "તારા દોસ્ત ને કહી દે આમ રસ્તામાં ના
 બેસાય". તને છેલ્લી વાર જોઈ, વાત પણ ના કરી. તારા ચહેરા પર બસ એક ભાવ જોયો, તારી નજર કંઈક એક અજાણી વ્યક્તિને યાદ કરવા જાણે જાણવા પ્રયત્ન કરતી હતી, હું પણ છેલ્લી યાદ લઈને ત્રણ વર્ષ ભણવામાં વ્યસ્ત થઈ ગયો. તે પછી તો ધોરણ ૧૦, ૧૧ અને ૧૨, તેપણ સાયન્સ પ્રવાહ? સતત ત્રણ વરસ ફક્ત ભણવાપર ધ્યાન!!

સંસ્મરણ ૧૩: એંન્જીયરીંગ વર્ષો ૧૯૯૪ થી ૧૯૯૮ માં ઘણીવાર આવીને તને પાછા મળવા અને વાતો કરવા લાખ પ્રયત્નો પછીપણ વાતના કરી શક્યો. જ્યારે પણ કોલોની આવવા માટે મોકો મળે કે સાયકલ પર છેક ગાંઘીનગરથી અાવતો. હર સાલ નવરાત્રીમાં દરરોજ જીવરાજ થી તો કદી ગાંઘીનગરથી આવતો

પછી મનોમન વિચારીલીધુંકે કદાચ હવે તને મનાવવામાટે બહુ મોડું થઇ ગયું. તે છોકરી, મારી પહેલી સખી, એટલે તું હવે મને સંપુર્ણપણે સમયના કાળચક્રમાં મને ભુલી ગઈ હતી. દિવસોની યાદો ભુલાવવા અને જીંદગી ફરીથી નવેસરથી જીવવા મેં મારા ડાયરી નાં પાના ફાળી નાંખ્યા જેથી ફરીથી ભયાનક સમયની યાદો ભુલાવી શંકુ

તેને યાદ કરાવીને પાછી જુનીમિત્ર બનાવવા એક છેલ્લા પ્રયાસ માટે મે એક નવી મિત્ર બનાવી, જેને મે તારી એક મિત્રના નામ પરથી "મોહિની" (Charmy) નામ આપ્યું. જે સમય નો પ્રવાહ જેમ નદી વહેણ બદલે તેમ કરવટ બદલવાની સાથે પહેલાં મારી પ્રેયસી
 (પ્રેમીકા) અને પછી જમાના સામે લડી ને અેક પ્રેમલગ્ન પછી મારી પત્ની બની

(અમારા લગ્નની "રાજ-મોહિની" ની કહાની આપણે જ્યારે રૂબરૂ મળીએ ત્યારે). 

  • મારી ઉંમર અને મારો તે સમય કદાચ બંને સારા અને મારા નહતાં. એકબાજુ સારા ભણતર ની અને ભવિષ્યની ચિંતા અને બીજીબાજુ મારી નામ વગરની એકતરફી લાગણીઓ
  • હું મારી તારા માટેની લાગણીઓને શું નામ આપવું તેના વિચારોના તોફાનમાં ખોવાયો હતો. એવું નહતું કે હું સંબંધ માટે સજાગ નહતો પણ સ્પષ્ટ જરૂર નહતો
  • મેં તે સમયે લાગણીઓને સંબંધનું નામ આપવાની ભૂલના કરી હોતતોકદાચ ફરીથી વાતચીત પ્રસ્થાપિત કરવામાં વાર ના લાગત.  
  • તે સમયે એક શહેરથી બીજા શહેરમાં જવું પણ કેવીરીતે તેની ખબર ક્યાં પડતી હતી, છતાં સાયકલ અને ચાલતા પણ ઘણાં નિષ્ફળ પ્રયત્નો કરી જોયા

ઘણીવાર એવો વિચાર આવે કે તારી માફી 
માંગીને તને કહું :"કંઈક ભૂલચૂક થઇ હોય તો નાનપણમાં સાથે દોડ-પક્કડ, સંતાકુકડી અને ફેર-ફંદરડી રમતા નાના જાડિયાને (તારું આપેલ નામ) માફ કરી દે.તું કહેતી હોય તો પચાસ ઉઠક-બેઠક કરી લવું, કે પછી અંગુઠા પકડું કે કાન પકડું ? નાનપણમાં તો રિસાયા પછી ત્રણ દિવસ માંજ તું  ફરીથી વાત કરતી હતી".  ખોટું નહિ લગાડવાનું અને આમ નાનપણની જેમ કિટ્ટા નહિ કરવાની, હવે તો આપણે મોટા થઈ ગયાં. છતાં ના માનેતો કઇનહિ, જેમ નાનપણમાં કહેતા હતા તેમ "કિટ્ટા તો કિટ્ટા લાવ મારા પૈસા ને તારે ઘર". (મજાકમાં). "

બીજી કેટલીક ધુંધળી યાદો છે, જે કદાચ વાત કરીએ ત્યારે સ્પષ્ટ નથી જે થશે
  • તારું એક બહુ રંગીન ફ્રોક મને જેમાં તુ સુંદર લાગતી/ખુબ ગમતી?
  • તારા દાદા સાથે રહેતા હતા કે આવ્યા હતા અને તેમને બહુ વાગ્યું હતું. કેમ જાણે તારો વાંક સમજી ખખડાવી હોય, તુ રડતી હતી..... 
  • અમારો સામાન જ્યારે ગાંધીનગર જવા ભરાતો હતો, તુ આવી હતી કે નહી? પણ તારી બેન ડોલીને ટીંકુંબા લઈને કોઈ સ્કૂટર પર બેઠા હતા, બધા તેને બોલતી જોઈ ખુશ થતા હતા. તુ કેમ ત્યારે હતી???
  • મને આવી નાની નાની વાતો યાદ છે તો પછી હું તારી સાથે વધારે કેમ નહતો રમતો? કદાચ મોટો હતો કે તુ બહાર ઓછું આવતી? કે હું બીજા સમ ઉમ્ર દોસ્તો ની સાથે વધારે રમતો?
  • મારુ કોલોનીમાં પછી પણ વળીને પાછા આવવાનું કારણ સાચું કહુ તો એકરીતે તુંજ હતી, છતાં ત્યાં આવીને પણ બહુંજ ઓછો સમય સાથે રમવું !!! નાના-નાનીનો પ્રેમ એક બહાનું હતું ???
 ********* સંસ્મરણો સમાપન*********

મારી બાળપણની યાદો પર તારો પણ પુરોપુરો અધિકાર છે કારણકે તું પણ ક્યાંક
જાણે-અજાણે સંકળાઈ ગઈ હતી અને પછી તે મારી યાદો કરતાં વધારે તારી યાદો બનીને મારી પાસે રહી ગઈ. મેં તો યાદોને ખુંબજ માવજતથી સાચવી અને ભગવાનને  પ્રાર્થના
કરીકે " હે પરમેશ્વર જીવનમાં ક્યારેક તારી ઇચ્છા થાય ત્યારે મને, સમયની થપાટના લીધે વિખૂટી પડેલી નાનપણની દોસ્તને મળાવજે, મારી કોઈ બીજી ઇચ્છા નથી ફક્ત તેને અમારી દોસ્તીની વાતો કહેવી છે, તેને ભલે યાદ આવે કે ના આવે." 

અને જેમ "Alchemist" માં લખ્યું છે તેમ તુ ફરીથી મારી દોસ્ત બની. " જ્યારે તમે કંઈક પામવાની પ્રબળ ઇચ્છા કરો અને પછી તે ઉપરવાળા પર છોડી દો ત્યારે ચમત્કાર થાય છે અને અશક્યમાં અશક્ય વાત પણ શક્ય બને છે, કારણકે સમગ્ર બ્રહ્માંડ તેના માટે પ્રસંગો ઉભા કરે છે" (when you want something, all the Universe conspires in helping you to achieve it/ अगर कीसीको शिद्दतसे चाहोतो पुरी कायनात उसे मुनकीन करनेके लीए लगजाती है।). "अगर हैप्पी एन्डीग नहीं तो समझो पिक्चर अभी बाक़ी है मेरे दोस्त". Thanks for being my best friend forever 

મારાં તારી સાથના સંસ્મરણોમાં મે કાંઈપણ વધારે કે ઓછું કરીને લખ્યું નથી (no additional flavors added), જે પ્રમાણે જેટલું યાદ છે તે, જેમનું તેમ લખ્યું છે. હું તે નાની છોકરી ને કેટલીસારી રીતે જાણતો હતો તે સમજાવવા ગુજરાતી ભાષાનો બહુ વખતથી લખાણમાં ઉપયોગ નહી કરવાંના લીધે, કદાચ લાગણીઓ માટે જરૂરી શબ્દોનો પ્રયોગ ના કર્યો હોય, તે બદલ પહેલેથી માફી માંગુ છું

મારી તે નિર્દોષ લાગણીઓ ને કોઈ નામ હોવું જરૂરી નથી, પણ એકમાત્ર બાળપણની દોસ્તની યાદો આજે પણ નજર સમક્ષ  ગઈકાલની વાત હોય તેમ તાજી છે. એક વાતનું દૂ: કે અફસોસ છે કે તેની યાદો છે, પણ હવે તેનો ચહેરો ધીરે- ધીરે વિસરાતો જાય છે અને નાનપણની દોસ્તની યાદરૂપે તેનો તે વખતનો કોઈ ફોટો નથી. પ્રસંગ પહેલાં અને પછીનું કાંઈપણ જરા પણ યાદ નથી.

શું મને તે દોસ્ત નો તે સમયનો કોઈ એકપણ સારો ફોટો મળી શકે, હું મારી સૌથી વધુ મુલ્યવાન યાદોની સાથે તે ચહેરાને પણ જીંદગીભર ભુલાવા નથી માંગતો. તું મારી દોસ્ત ખરી અને થોડુંક અજુગતુ લાગે પણ, મને તે બાળપણના દોસ્તની કોઈ યાદી રૂપે તસવીર લાવી આપી શકે. દોસ્ત તરીકે હકથી પણ માંગી શંકુ પણ એક અરજ કરુ છું. આશા રાખું કે મારી ઇચ્છા એક નવી દોસ્ત તરીકે કે જુની દોસ્ત તરીકે કોઈ પણ રીતે તું પુરી કરીશ.
-----
દોસ્તી કેવી છે, કે જુઓ છેલ્લો ફકરો પત્રમાં નથી મોકલ્યો છતાં, મને તરતજ બે દિવસ પછી તેણે તેના નાનપણનાં બે ફોટા મોકલાવ્યા છે. આનાથી વધારે સારી એક દોસ્ત તરફથી બીજા દોસ્તને કંઈ ગીફ્ટ હોઈ શકે.



No comments:

Post a Comment