Sunday, 25 June 2017

ફરી બનેલ જુની બાળસખી ને બીજો પત્ર

Thinking about Why I lost,
who was more than my life to me!!!???:

સમયે આવી કોઈ જુની વાતોને યાદ કરવાની શું જરૂર છે જેમાં ફક્ત હું છું, કારણકે તારી હાજરી હોવા છતાં તે છોકરી તું તો નથી . આપણે બંને પોત પોતાની જીંદગીથી ખુશ અને વ્યસ્ત જીવન જીવીએ છે નેમને મારી તારામાટેની જે તે સમયની જુની લાગણીઓ તને જાણવાની ઇચ્છા ઘણાંબધા વિચારોમાંથી પસાર થયા પછી, ભારે હિંમતથી પત્રરૂપે જણાવવાનું નક્કી કર્યું . તને ફરીથી દોસ્ત તરીકે પાછા પામ્યા પછી લખેલું :

જે હતું તે  હતું, જે નથી  તે નથી
જે રહી ગયું તેને સમેટી સાચવી લઈએ
લાગણીઓને નામ આપવાનું છોડી હવે,
ચાલો  આપણે  દોસ્તીતો નિભાવી  લઈએ.

મારા માટે તુ હવે ફક્ત એક બાળપણની ખાસમિત્ર છે. અફસોસ કોઈ નથી કારણકે તુ અત્યારે ખુબ ખુશ છે, પણ મારી કોઈ પરોક્ષ કોઈભુલના લીધે તેને ભૂતકાળમાં કેટલાક ખરાબ દિવસો જોવા મળ્યા હશે, કંઈક તો ખોટું થયું છે, જેના માટે હું મને જવાબદાર માનું છું

તારી સાથે લાંબા સમય પછી @૨૬ વર્ષોપછી વાત કરતાં જણાયું કે તને થોડીક તો ખબર છે કે હું બાળપણની મિત્રને જુવાનીમાં પ્રવેશતાંજ બીજી લાગણીઓ સાથે સાંકળી ને જોવા લાગ્યો હતો. તે વાતચીત દરમ્યાન અનાયાસે જણાવ્યું કે પૂછ્યું પણ કે મે તે સમયે મારી તારા માટેની લાગણીઓ તને કેમ નહતી જણાવી. વાતચીત દરમ્યાન એકવાર મને થયું પણ તને અધવચ્ચે રોકીને મારા દિવસોની બધીજ વાતો દીલ ખોલીને જણાવું, પણ પછી બીજી ક્ષણે વિચાર આવ્યો કે તો ફક્ત મારી તારા માટેની એકતરફી લાગણીઓ હતી અને હવે વર્ષો પછી તારી દોસ્તી પાછી મળી જે મારા માટે અત્યારે બીજી કોઈપણ વસ્તુ કરતા વધારે મુલ્યવાન છે. અને દોસ્તી ભુતકાળમાં પણ કદાચ જે લાગણીના કારણે ખોઈ ચુક્યો હતો તે ફરીથી ભૂતકાળનું પુનરાવર્તન કરી ખોવા માટે તૈયાર નહતો. તને સાચેજ બાળપણનું કદાચ કશુંય  યાદ નથી આવ્યું અને મારી પાસે  પુરાવા રૂપે યાદો સિવાય બીજું કશુંય નથી, પણ એટલી ખબર છે તને મારી જણાવેલી વાતો માટે કોઈ પુરાવાની જરૂર નથી, જે રીતે તે તને સાપેક્ષ કશુ પણ જણાવ્યા વીના મારી જીંદગીની અમૂલ્ય ભેટ રૂપે તારા નાનપણની તસવીર મોકલાવી, એટલું બહુ છે સમજવા કે તુ જાણે છે જે સાચું છે. મને જેની સાચેજ મને ખુબજ જરૂર હતી, તે ભેટ મળી છે, અત્યારેતો ભગવાન નો જેટલો આભાર માનું એટલો ઓછો છે.

તુ મને બધુ વાંચ્યા પછી સ્વાર્થી ગણે સ્વાભાવિક છે. મને મારો નાનપણનો પ્રેમ ના મળતો જોઈ વધારે રાહ જોવાની જગ્યા , આવેલ નવા સંબંધમાં પ્રેમ શોધી લીધો. કારણ જે પણ હતું બહુ વર્ષો (૧૦ વર્ષ) પછી કોઈને(શ્વેતા) મને મારી જેમજ પ્રથમ પ્રેમ કરતાં જોઈને નાં નહી કહી શક્યો. પહેલા મે મારી પત્નીને પ્ર્ેમ માટે ના કહી અને તારી માટેની મારી બધી લાગણીઓ જણાવી, પણ પછી પણ એને જ્યારે કહ્યું "હું છતાં પણ તમારી 'હા' ની રાહ જોઈશ, કદાચ આખી જીંદગી. જે માણસ કોઈને વર્ષોથી મળવા છતાં પણ આટલો પ્રેમ કરે છે, તેનો મને પ્રેમ મળે તો મને બીજું શું જોઈએ", લાંબા સમય વીચારીને કોઈનો પ્રેમ કદાચ મને આવનારી જીંદગીની તકલીફોથી જલદી બહાર આવવામાં રાહત આપશે એમ સ્વાર્થી બનીને સ્વીકારી લીધો. પહેલાં એકતરફી પ્રેમમાં જે બન્યું તેના લીધે, હવે હું પહેલા જેવો ભોળો "હસું " નહતો રહ્યો, દુનિયા સામે લડીને, દોસ્તો પર જરાપણ વિશ્વાસ ના કરીને, શ્વેતાનો પ્રેમ પામ્યો છે અને બીજી ધણીવાર દુનિયાના વિચારોથી વિપરીત વિચારીને જે જોઈએ તે હતાશ થયા વગર મેળવીને બતાવ્યું છે. મારામાં આવેલા આવા આમુલન પરાવર્તન માટે હું તારો અને શ્વેતાનો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. એક સફળ માણસની પાછળ સ્ત્રીનો હાથ હોય છેમારી પાસે તેની સાથે ભૂતકાળમાં મળેલી શીખ પણ છે, કે હતાશાથી નહી, દોસ્તો કે ભગવાન ના ભરોસે રહેવા કરતા પણ પોતાના માટે પ્રયત્નો કરવાથી ધારેલી સફળતા મળે છે

હવે કોઈને પણ મારી અને તારી દોસ્તીની વચ્ચે આવશે તો જે  મારાથી બને તે કરીશ, પણ દોસ્તી ને હું તો નહી તોડું . કેમ બે નાનપણના દોસ્ત ફક્ત કારણથી મિત્રના રહી શકે; કારણ કે એક પુરુષ અને બીજી સ્ત્રી છે, ખાલી વાતો કરવાથી નહી માનસીકતા બદલવાની જરૂર છે. જેને ફક્ત સ્ત્રી એક ઉપભોગનું સાધન દેખાય તેને કદાચ વાત સમજાય, ભલે તે માં અને બહેનના પ્રેમને સમજે, તે તેના સિવાયની બીજી સ્ત્રીને ફક્ત પ્રેમિકા, પત્નિ, કે ફક્ત સ્ત્રી તરીકે જોઈ શકે છે

હું હવે ફક્ત અને ફક્ત શ્વેતા ને પ્રેમ કરુ છું, અને  જન્મમાં તો બીજી કોઈ સ્ત્રીને પ્રેમ કરવો શક્ય નથી, મને તેનાથી વધારે સારી સ્ત્રીનો પ્રેમ મળવો હવે શક્ય નથી, અને હું પણ બીજા કોઈને શ્વેતા જેવો પ્રેમ હવે આપી શકુ

એક સમયે ખુબજ હતાશ થયા પછી મે જીંદગી નવેસરથી જીવવાનું નક્કી કર્યું હતુંજો કે મારા માટે તે કદાચ રાહ જોવા કરતા વધારે કપરુ હતું, કારણ કે તને પછી જિંદગીમાં ફરીથી મળવાની આશાને સંપુર્ણપણે મારી નાંખીને પછી જીવવું કદાચ તેટલુ શક્ય હતું. તને મળવા છતાં ફક્ત જોઈને કદાચ ભવિષ્યમાં તને મળી શંકુ એવી આશા જીવંત રહેતી હતી અને એમ દિવસ કરતા કરતા વર્ષ અને વર્ષો ની સાથે સાથે જીંદગી પણ પસાર થઈ રહી હતી. જેમ તેમ કરીને મે મારુ મન મનાવી તને તારા અને મુખ્યત્વે મારા સારા ભવિષ્ય માટે આવનારા નસીબના સહારે મુકી દીધી હતી. એવું પણ લાગ્યું હતું કે કદાચ તને મારી કોઈ યાદ નથી અને એવું લાગવા પાછળના મારા પાસે કેટલાક ખોટા કે સાચા ખબર નથી, પણ કારણો હતા જે પછીથી પાછળ વર્ણન કરીશ

મારી એકતરફી બદલાયેલી નવી લાગણીનું કારણ પણ કદાચ આપણી ભુતકાળની યાદો હતી, અને તને જ્યારે યાદ ના હોય તો તને યાદ કરાવવા પ્રયત્ન કરવા હું ત્યાં કોલોનીમાં દરરોજ કેવી રીતે આવી શકુ? અને જ્યારે ખાસ કરીને છેલ્લા ચાર વર્ષમાં તો કોઈજ ફરક પડ્યો નહતો. જે સમયે લાગતું કે તુ મને કદાચ યાદ કરીને ઓળખી જઈશ, બીજા સમયે એક સાવ અંધારમય જીવન દેખાતું હતું, કારણકે તને તો એવું પણ યાદ નહતું કે મને એક છોકરો છેલ્લા ચાર વર્ષથી અહીં મળવા કે જોવા આવે છે. મારા સમર્પણમાં કોઈ ખામી રહી ગઈ તેવું પણ લાગતું, જેથી તને મારી નોંધ પણ કરાવી શક્યો, કદાચ હિંમત ખુટી ગઈ હતી અને દોસ્તો પર વધારે પડતો વિશ્વાસ મુક્યો હતો

ક્યારે બાળપણની યાદો જવાની ની ઉંમરમા પ્રવેશતાની સાથે બીજી લાગણીઓ મા પરિવર્તિત થઈ ગઈ ખબર પડી એવું કહેવું સત્ય હોવા છતાં કદાચ અતિશયોક્તિ કહેવાય. કારણકે તેનો મજબૂત પાયો આપણી બાળપણની યાદો રૂપે મારા મનમાં ક્યારેય સ્થાપીત થયેલ હતો, અને એટલે યુવાનીમાં જ્યારે કુદરતી રીતે કોઈની સાથે પ્રેમની ઇચ્છા થાય ત્યારે તે નટખટ દોસ્ત યાદ આવેતે સ્વાભાવિક હતું. જેમ કોઈપણ ફિલ્મની પ્રેમકહાનીમાં શું કરવું ખબર ના પડે ત્યારે આંખ બંધ કરીને કોનો ચહેરો યાદ આવે છે તે જોવા જણાવે છે તેમ, મને ફક્ત એક ચહેરો દેખાયો, બીજું કોઈ હતું પણ ક્યાં મારી યાદોના લીધે તે બાળપણની મિત્રજ યુવાનીમાં મારી જીંદગી થઈ ગઈ હતી

ઇજનેરી કોલેજમાં કેમીકલ એન્જીનીયર તરીકેનું ભવિષ્ય સુનિશ્ચિત કર્યા પછી તને મળવા માટે નાે પહેલો પ્રયાસ વર્ષ ૧૯૯૪ ના મે મહિનાની ગરમીમાં છેક ગાંધીનગર થી અમદાવાદ સુધી સાયકલ ચલાવીને કર્યો હતો, અને ત્યાર પછી ૧૯૯૮ ના ઓગષ્ટ મહીના સુધી સતત સાયકલ, બસ કે ચાલતા પણ ધણીવાર તને મળવા કે પછી કદાચ જોવા મહદઅંશે નિષ્ફળ પ્રયત્નો કર્યા હતા. સાયકલ તે પણ ઉનાળાની ગરમી અને તે પણ પાણી વગર દોઢ થી બે કલાક સાયકલ ચલાવીને એક તપસ્યા તરીકે જેમ લોકો ચાલતા મંદિરમા ભગવાનના દર્શન કરવા જાય તેમ. મને પોતાને હવે હું આવું કેવી રીતે કરી શક્યો વિશ્વાસ નથી આવતો, તપસ્યા હશે મારા ભગવાનની (તું અે વખતે મારા માટે ભગવાનથી પણ વિશેષ હતી) એટલે શક્ય હશે જેમ લોકો પદયાત્રા કરીને દેવી-દેવતાના દર્શન માટે જાય છે.

દુ:ખી થઈને રડી રડીને થાકી ગયો હતો, આંસુઓ સુકાઈ ગયા હતા, જેમ માં નું ધાવણ બાળકના પ્રેમમાં છલકાય તેમ આંસુઓ માઝા મુકી હતી. કોઈ એવો દિવસ હતો જ્યારે તને યાદ કરવાનું અને રડવાનું હું ભુલી ગયો હોય, રોજીંદી આદત પડી ગઈ હતી. હા જ્યારે તને જોઈ હોય તે દિવસ કદાચ ખુશીમાં પસાર થતો. પણ એવા ખુશીના વર્ષમાં કેટલા દિવસ ૧૯૯૪: દિવસ ; ૧૯૯૫: દિવસ; ૧૯૯૬: ૧૧ દિવસ (કદાચ સૌથી સારું વરસ); ૧૯૯૭: દિવસ, જેની સામે હું કદાચ આશરે ૭૦ થી વધારે વખત સાયકલ પર કે ચાલતા આવ્યો હતો

તને પહેલા આપણી બાળપણની યાદો વીશે જણાવ્યું ત્યારે જાણી જોઈને ચાર વરસોની કોઈપણ વાત નહતી જણાવી. સાચેજ મે મારી ડાયરીના પન્ના ફાળી નાંખ્યા છે, પણ તેને મહીસાગર નદીમાં પધરાવી શક્યો, સળગવા નું પાપ તો હું મારા હાથે કરુ. હા પણ મારી જીંદગીમાં તને  પ્રથમ અને છેલ્લું લખેલ "Happy Birthday" કાર્ડ, તને લખેલા પ્રથમ અને છેલ્લો પત્ર (એને પ્રેમ પત્ર તો કહેવાય) સાથે મહીસાગરમાં પધરાવી દીધા પછી શ્વેતા સાથે લગ્નનો વિચાર નક્કી કર્યો હતો

જે મિત્રો પહેલા તારી ઉંમર નાની હોવાથી મને કશુંજ હેલ્પ કરવાની ના કહેતા, તે બધાજ મારી લાગણી એટલે ફક્ત શુદ્ધ નિર્મળ એકતરફી પ્રેમ, જેનો ફક્ત લગ્ન ધ્યેય એવુ બધુ ખબર હોવા છતાં મને ના કહેવા લાગ્યા કે "તુ રહેવા દે દોસ્ત કદાચ તારા પ્રેમ માટે તે નથી બની, તુ વધારે દુ:ખી થઈશ". સાચું કારણ કોઈ જણાવે નહી, અને મને કોલોનીમાં પાછો ના આવ દોસ્ત એવું જણાવી વધારે પરેશાન કરે. એક દોસ્તે કારણ જણાવ્યું , સાચું કે ખોટું નક્કી કરવની હિંમત હતી અને ઇચ્છા પણ નહી, મે ફક્ત એક વાત કહી કે " મને નથી ઓળખતી એટલે કદાચ જ્યારે તે મને મળશે અને જુની વાતો જાણશે પછી ફક્ત મારી બનીને રહેશે એનો મને પુરો વિશ્વાસ છે". . 

મારી તારા માટે લખેલી એકમાત્ર કવિતા તને તે પત્રમાં લખીને મોકલાવી હતી, પ્રથમ સંજુ સાથે, પછી કલ્પેશ સાથે અને છેલ્લે હસમુખની સાથે. મિત્રોના જવાબ શું હતા, જાણું છું કેટલું સાચું અને કેટલું ખોટું હશે પણ તને જણાવું એટલોપણ ખરાબ માણસ નથી, ભલે ને મે મારી જીંદગીની મોટામાં મોટી ઇચ્છા કદાચ તે વખતે મારી જીંદગી , ગુમાવી ના હોય. હું તેમને હજી પણ અને અત્યાર સુધી  મારા ખાસ મિત્રો તરીકે જોવું છું, અને મારી ખુટી ગયેલી ધીરજ અને મને પોતાનેજ મારા નિર્ણય માટે જવાબદાર ગણું છું. જો હું વધારે હોશિયાર હોત તો કદાચ તને એકલી મુકીને મે મારો સુખી સંસાર ના વસાવ્યો હોત. મે તે વખતે હતાશ થઈને જો તને તેના નસીબના ભરોસે ના છોડી હોત તો બંને ચોક્કસ એકસાથે સુખી હોત, પણ ભગવાને જે લખ્યું તે ખરું. મારી સાથે જે બન્યું તે માટે કોઈનું ચાલાક પણ મગજ જવાબદાર હોય પણ મારા ખુદના નિર્ણય માટે હું બીજાનો વાંક ના કાઢી શંકુ

આપણા નાનપણની યાદો જે તને કહી તે બધીજ એક કાગળ પર લખી, અને તારા માટે લખેલી પ્રથમ ગુજરાતી કવિતા " વૃક્ષ ત્યાં નું ત્યાં છે" ને તારા બથ્ર ડે કાર્ડ ની સાથે મે તે મિત્ર સાથે તને આપવા મોકલાવી. પહેલા પણ સંજુ અને કલ્પેશ મને બધી વસ્તુઓ, પાછી આપી ચુક્યા હતા. સંજુએ તેનાથી કાગળો, કાર્ડ વગેરે તને આપવું શક્ય નથી કહીને પાછું આપ્યું , અને કલ્પેશે કહ્યું કે તે કાગળ વાંચીને, કાર્ડ સાથે મારી કહાની વાંચ્યા વગર પાછી આપી અને કહ્યું , કે "મારી પાસે આવી બાબતો માટે સમય નથી, તારા મિત્રને ના કહી દેજે". હું દોસ્તો પર અવિશ્વાસ મુકીને સત્ય જાણવા પ્રયત્ન કરુ એટલો હોશિયાર હતો. તે નવા મિત્ર એટલે હસમુખ તરફથી પણ મને કોઇ જુદો જવાબ મળ્યો. ડાયરીના પાના સિવાય બધી વાતો ક્યા સ્થાન પામે, ફક્ત મનની યાદોમાં. સત્ય જાણવા કે પૃથ્થકરણ કરવા કદી વિચાર કર્યો નથી, પણ સતત સીક્સ સેન્સ (અંત:કરણ) કંઈક ખોટું થયાનો અંદેશો આપ્યા કરતું હતું, પણ કદાચ મારે જાતે સામા સામે તને સત્ય જાણવું જોઈતું હતું. મે ક્યારેય મારા મિત્રોને જે થયું કે તે માટે, મને મદદ નહી કરવાના લીધે દોસ્તી નહી છોડી

ચાર વર્ષની વાત તને એકસાથે લખીને જણાવી શંકુ એટલો ઓછો સમય નથી એટલે કદાચ બે-ચાર ભાગમાં જણાવીશ. છેલ્લો ભાગ લખતા કદાચ કલમના ઉપડે, ફરીથી તે વેદનામાંથી પસાર થઈને જુના નિર્ણયને ફરીથી લખીને તને વ્યક્ત કરવો એટલું સહેલું ના પણ હોય. કદાચ ભુતકાળની જેમજ મારે ફરીથી ધણીબધી હિંમત જોઈએ. જુની યાદોમાં સરી ગયા પછી પાછા વર્તમાનમાં આવવું કઠિન હોઈ શકે, પણ તારી દોસ્તી અને મારા પરીવારનો પ્રેમ મને શકિત આપશે

ભગવાન સાથે પણ રીતસરની દરરોજની લડાઈ, શા માટે મારી લાગણીઓ અને મારી સાથે આવું વર્તન!! મે તો કોઈનું ક્યારેય કશુંય નથી ખરાબ કર્યું. ભગવાન પણ ક્યા જવાબ આપવાનો હતો, સમય જતાં સમજાયુ કે તે મને તેનાથી વધારે તને યાદ કરવાની સજા આપતો હશેજેમ જેમ સમય પસાર થતો ગયો, તેમ મારી લાગણીઓ વધારે મજબૂત થતી ગઈ અને મનોબળ એકદમ તળિયે. મને મારી જાત પર અવિશ્વાસ થવા લાગ્યો હતો, હું એકદમ હતાશ થઈ ગયો હતો અને કોલેજ નું છેલ્લું વર્ષ જેમાં ફરજિયાત ફસ્ટ ક્લાસ જરૂરી તોજ નોકરી મળે, એમાં પણ રીસેસનની માર, ઓછી થતી જતી નોકરીની શક્યતા, મને મહીના સુધી ૬૮% પછી પણ નોકરીમાટે કોઈ સારા સમાચાર નહી

મારી ડાયરીના પાનામાંથી કંઈ પણ લખવાની શરુવાત કરતા પહેલા એકવાત ચોક્કસ કહીશ કે હું ક્યારેય હવે સમયને કોઈ ભુલ તરીકે ભુલી જવા પ્રયત્ન નથી કરતો, હાં કદાચ મુખ પર હાસ્ય આવી જાય છે કે મે પણ એવી દીવાનગીની મજા માણી છે કે જે યાદ કરતા હાસ્ય અને આંસુ બંને સાથે આવી શકે છે. કોઈ સાચું કહ્યું છે કે "પ્રથમ પ્રેમ મળવાથી અફસોસ નથી થતો, પણ જીંદગીમાં સતત કંઈક અધુરુ રહી ગયાની ભાવના રહી થાય છે". જીવન નો એક મોટો હિસ્સો તને યાદ કરીને વિતાવ્યો છે @ ૨૫%. પ્રેમ ક્યાંક દીલના એકાદ ખુણામાં અકબંધ કરીને જાતે તાળું મારી ચાવી દરિયા માં ફેંકી દીધી છે. પહેરેદાર તરીકે પણ જાતે સતત સજાગ રહેવાનું , અને જો વધારે તકલીફ થાય તો, સદમા, આનંદ, કે મુક્કદર કાં સિકંદર ના ગીતો સાંભળી કે ફિલ્મ જોઈ મન હળવું કરી લેવાનું અને ફરીથી એટેન્શન (સાવધાન). બાકી દરરોજ ગઝલ સાંભળીને હાસ્ય અને દુ:ખનું મિશ્રણ જીવી લેવાનો નિત્યકર્મ, આવતા જન્મ મા કદાચ મળી શકાય માટે ભગવાનને પ્રાર્થના, બાકી બીજા જન્મની ક્યાં કોઈને ખબર છે

તને ભુલી જઈને નવેસરથી જીંદગી જીવવા છતાં ક્યારેક અચાનક તે ચાર વર્ષની  અચેતન મનની યાદો સપના રૂપે આવે, અને હું કે તુ બન્ને ત્યાં રહેતા હોવા છતાં અને હજારો કીલોમીટર દુર છતાં, હું મારી જાતને હજુપણ કોલોનીમાં ભટકતા જોવું અને તેજ જોવાની મળવાની હતાશા, પણ આંખ ખુલતા રાહત થાય છે. આવા સપનાંની આદત પડી ગઈ છે, ક્યારેક તે સપનું અલગ રીતે વર્ષમાં એકાદવાર તો આવેજ અને ક્યારેક ખુશી પણ મળે છે. અને પછી પાછો ચોકીદારને ઠપકો અને પછી ફરીથી રાબેતા મુજબ પ્રેમિકા એવી પત્ની અને બાળકો  (કુટુંબ) ના પ્રેમસાથે જીવન જીવતા રહેવાની નવેસરથી શરુવાત.

મારી જીંદગીની કહાની જે પછીથી કોઈકે ખુબ વખાણી અને કદાચ તેમના પણ આંખમાંથી આવ્યા પાણી..... ક્રમશ: બીજા ભાગમાં આવતા અંકે!!!!!!





No comments:

Post a Comment